દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

  • January 17, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની જાન્યુઆરી ૨૦૨૬ માસની બેઠક નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની અઘ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે યોજાઈ હતી.


બેઠકમાં જાન્યુઆરી માસને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત હેલ્મેટ વિતરણ, રેડિયમ રિફ્લેક્ટિવ ટેપ ડ્રાઇવ, રોડ સેફ્ટી સંદેશ વાળા પતંગોના વિતરણ, સેલ્ફી પોઇન્ટ વગેરે દ્વારા માર્ગ સલામતી જાગૃતિ માટેના આયોજનોની વિગતોથી સભ્ય માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં માર્ગ સલામતી માસ અંતર્ગત "સડક સુરક્ષા જીવન રક્ષા" થીમ આધારિત આગામી સમયમાં થનાર આયોજનોની ચર્ચા કરવામાં આવી હતી.


​​​​​​​
બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીની પરિસ્થિતિની સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અપાયું હતું તેમજ અકસ્માત નિવારણ માટે જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. 

આ બેઠકમાં પ્રાંત અધિકારી અમોલ આવતે, કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા અને સમિતિના અન્ય સભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application