ધ્રોલ તાલુકાના વાંકીયા ગામનો રહેવાસી જીગ્નેશભાઇ રામજીભાઇ ભીમાણી નામનો આરોપી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નોકરચોરીના ગુનામાં છેલ્લા દોઢેક મહિનાથી ફરાર હતો. રાજકોટ રેન્જના અધિકારીઓ દ્વારા ચોરીના ગુનાઓને ઝડપથી ઉકેલવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત ડેરીમાં જ પોતે નોકરી કરતો હતો, અને પોતાના શેઠની નજર ચુકવીને રોકડ સાથે છુ મંતર થયો હતો. જેને પોલીસે શોધી લીધો છે, અને રોકડ રકમ કયા સંતાડી છે, અથવા તો ખર્ચ કરી નાખી છેઝ તેની વિગત જાણવા માટે રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જી. પનારા, અને તેમની ટીમે કરી હતી.
જામનગરના ઈવા પાર્કમાં બેફામ ગતિએ કાર ચલાવી મહિલાન ફંગોળી દેવાનું ચકચારી પ્રકરણ
પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી ત્વરિત અટકાયતમાં લીધો: કાર પણ કબજે લેવાઇ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક વિસ્તાર માં બે દિવસ પહેલાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક મહિલાને કાર ચાલકે ઠોકર મારી ફંગોળી નાખી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક ની ધરપકડ કરી છે, અને કાર કબ્જે કરી છે.
જામનગરના ઇવા પાર્ક વિસ્તારમાં બેફામ ગતિએ કાર ચલાવી હતી, તે કાર ના ચાલકની પોલીસે ઓળખ કરી લીધી છે, અને આરોપી ભરત શંકરભાઈ દામા, જે ઈવા પાર્કમાં જ રહે છે, તે પોલીસ લખેલી બોલેરો કાર (જી.જે. ટેન ટી.વાય. ૧૩૯૪) ચલાવતો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલા નેહલબેન વિરેન્દ્રભાઈ મકવાણા અટલ બિહારી વાજપાઇ આવાસ સી વિંગમાં રહે છે.
આં ઘટનામા પોલીસ ખૂદ ફરિયાદી બની લોક રક્ષક તરીકે સીટી એ. ડીવીજન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા યુવરાજસિંહ ઉદૂભા જાડેજાએ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પરમારે આ પ્રકરણમાં આઈપીસી કલમ ૧૮૫ સહિતની જુદી જુદી કલમો હેઠળ હેઠળ ગુનો નોંધી આરોપી કારચાલક ની ધરપકડ કરી છે.
આ ઘટનાએ લોકોમાં રોષની ભાવના ફેલાવી છે. પોલીસ લખેલી ખાનગી કાર ચલાવતો વ્યક્તિ જો આવું કૃત્ય કરી શકે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech