જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૭ની ચૂંટણી માટે ગઈકાલે રવિવારે મતદાન થયું હતું જેમાં વિક્રમી ૮૧.૬૬ ટકા મતદાન થવા પામ્યું છે. જેની ગણતરી આવતીકાલે મંગળવારે પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરવામાં આવશે.
ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના વોર્ડ નંબર-૭ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થઈ જતાં આ વોર્ડની ચૂંટણી મુલતવી રહેવા પામી હતી, જે બાદ કોંગ્રેસ દ્વારા મૃત્યુ પામનાર ઉમેદવારના સ્થાને અંકિતાબા જયેન્દ્રસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી હતી.
જે બાદ ગઇકાલે વોર્ડ નંબર -૭ ના ત્રણ બુથો ઉપર ૩૪૦૫ મતદારો માટે મતદાન યોજાયું હતું, જેમાં ૧૪૩૧ પુરુષો અને ૧૩૫૩ મહિલાઓ મળીને કુલ ૨,૭૮૪ મતદારોએ મતદાન કરતાં સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં વોર્ડ નંબર ૭ નું ૮૧.૬૬ ટકા મતદાન થવા પામ્યું હતું. આવતીકાલે મંગળવારે પ્રાંત અધિકારીની કચેરી ખાતે આ મતો ની ગણતરી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech