જામનગરમાં બિલ્ડરો, રાજકીય અગ્રણી સહિતનાઓના એઆઈના માધ્યમથી વીડિયો બનાવી બદનામ કરવાના અને ખંડણી માંગવાના રેકેટનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે પ્રકરણમાં મુખ્ય આરોપીને વિગતો આપવામાં સંડોવાયેલા ધ્રોલના શખ્સના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જેલ હવાલે કરાયો છે.
જામનગરમાં ગત સપ્ટેમબર-૨૦૨૫ માં સોશિયલ મીડિયાના માધ્યમથી એઆઇ વીડિયો બનાવી પૂર્વ કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના રાઘવજીભાઇ પટેલ, અગ્રણી બિલ્ડર જમન ફળદુ, તેમજ બિલ્ડર સ્મીતભાઈ પરમારને બદનામ કરાયા બાદ એક બિલ્ડર સ્મીતભાઈ પાસેથી ખંડણી માંગવામાં આવી હતી. જે મામલે ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પરષોત્તમ ઉર્ફે પસા મહેન્દ્રભાઇ પરમાર, હેમત ત્રિકમભાઇ કણસાગરાની અગાઉ ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ મુખ્ય આરોપી વિશાલ કણસાગરાને પણ ઝડપી લીધો હતો.
પૂછપરછ દરમિયાન માહિતી પૂરી પાડનાર તરીકે રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી (ઉ.વ. ૬૩ ધંધો ખેતી રહે, સહજાનંદ સોસાયટી, ત્રિકોણબાગ પાસે, ધ્રોલ) નું નામ ખુલતા તેને પકડી લેવામાં આવ્યો હતો. જેના ગઈકાલે તા.૧૯ ના રોજ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
