જામનગર : જિલ્લા પંચાયતમા રૂ.૯.૫૫ કરોડનું રૂ.૨.૪૨ કરોડનું પુરાંતવાળુ બજેટ મંજુર

  • February 10, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાપંચાયતનું ૨૦૨૬-૨૭નું રૂ.૯.૫૫ કરોડનું અને રૂ.૨.૪૨ કરોડની પુરાંતવાળુ બજેટ ગઇકાલે મંજુર કરાયુ હતું. આગામી દિવસોમાં ચુંટણી આવે છે ત્યારે આ બજેટમાં વધારાના કાંઇ ખાસ વેરા નાખવામાં આવ્યા નથી. વિપક્ષી સભ્યોએ આ બજેટને પ્રજાલક્ષી નથી તેવુ ગણાવ્યું હતું. 


જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસરના અઘ્યક્ષસ્થાને ગઇકાલે રૂ.૯.૫૫ કરોડનું બજેટ રજુ કર્યું હતું. જેમાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, હેમંતભાઇ ખવા, ઉપપ્રમુખ કણજારીયા, ડીડીઓ અંકિત પન્નુ સહિતનાં હાજર રહ્યા હતા. 


આ બજેટમાં આવેલા સ્વભંડોળની અને ખર્ચની જોગવાઇ મુજબ ઉઘડતી સિલક રૂ.૩૨૭.૫૬ લાખ, અને સુચિત અંદાજીત આવક રૂ.૬૨૮.૦૨ લાખ મળી કુલ ૯૫૫.૫૮ લાખની સામે રૂ.૭૧૩.૫૫ લાખની જોગવાઇ કરવામાં આવી હતી. વર્ષનાં અંતે રૂ. ૨૪૨.૦૩લાખ બતાવવામાં આવી છે. 


આ બજેટમાં સિંચાઇમાં હયાત ચેક ડેમની મરામત અને નવા ચેક ડેમ બાંધવા માટે માત્ર ૧૦ લાખ, શાળાના નવીનીકરણ માટે રૂ.૫૦ લાખ, પોષણ આહાર ક્ષેત્રે અતિ કુપોષિત બાળકોને પોષણ સ્તરના સુધારા હેતુસર પોષક આહાર તથા દવા માટે રૂ.૪ લાખની જોગવાઇ કરાઇ છે. જયારે આરોગ્ય ક્ષેત્રેમાં અને શિશુ યોજના અંતર્ગત રૂ.૧૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જયારે પશુચિકિત્સા અને રોગચાળા માટે નિવારણ માટે રૂ.૧ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ અનુ.જાતિ અને પછાત જાતિ વિસ્તારમાં વિકાસનાં કાર્યો માટે રૂ.૭૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. કુદરતી આફત અને અણધાર્યા ખર્ચ માટે રૂ.૫ લાખ, સહાય માટે પ લાખ, રસ્તાની મરામત માટે રૂ.૫ લાખ અને વિકાસના કામો માટે રૂ.ર કરોડ કરવામાં આવી છે. 

જિલ્લા પંચાયતનું બજેટ હાસ્યાસ્પદ: ધારાસભ્ય હેમંતભાઇ ખવા

જા. જિ.પંચાયતનું બજેટ હાસ્પાસ્પદ છે. સ્માર્ટ આંગણવાડીઓ માટે રૂ.૫૦ હજાર ફાળવવામાં આવ્યા છે. અતિ કુપોષિત બાળકો માટે ૪ લાખ, જિલ્લામાં ૬૦૦ થી વધુ આંગણવાડીનાં કામ બાકી છે ત્યારે સ્માર્ટ આંગણવાડી માટે રૂ.૫૦,૦૦૦ ઓછા છે, મેલેરિયા અને એનીમીયા નિયંત્રણ માટે રૂ .દસ-દસ હજાર, પ્રાકૃતિક ખેતી માટે રૂ.૧૦,૦૦૦ અને આફત માટે રૂ. પ લાખની ફાળવણી કરવામાં આવી છે. 

બાંધકામ વિભાગનું રૂ.૭૦ લાખનું બજેટ વપરાયુ નથી: વિપક્ષી નેતા

જા. જિ.પંચાયતના બજેટમાં બાંધકામ ખાતા હસ્તકની ૭૦ લાખની રકમ વપરાયુ નથી. આ બજેટ પ્રજાલક્ષી નથી, ગયા બોર્ડમાં ૩ અધિકારીઓ સામે પગલા લેવા નિર્ણય લેવાયો હતો જયારે બે અધિકારી સામે હજુ સુધી પગલા કેમ લેવાયા નથી? બાંધકામ વિભાગના ૭૦ લાખના સ્વભંડોળને રાખી મુકાયુ છે અનેક રજુઆત કરવા છતા પણ આ બજેટ વપરાયુ નથી.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application