જામનગર : સાતરસ્તા સર્કલની મુલાકાત લેતા જિલ્લા ઉચ્ચ અધિકારીઓ

  • November 21, 2025 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તા.૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યે સૌરાષ્ટ્રના સૌથી લાંબામાં લાંબો ફલાય ઓવરનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.



ત્યારે એરપોર્ટથી મુખ્યમંત્રી સીધા સાતરસ્તા સર્કલે આવી પહોંચશે અને ત્યાં ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકશે, આજે સવારે જિલ્લા કલેકટર કેતન ઠકકર, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી. રવિ સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરીને અન્ય અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું, હવે સોમવારથી જામનગરના લોકો ફલાય ઓવર ઉપર પોતાના વાહનો ચલાવી શકશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application