જામનગર : દિવાળીના તહેવારો આવતા જ જામ્યુકોની ફુડ શાખાએ કર્યુ ઠેર-ઠેર ચેકીંગ

  • October 13, 2025 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં દિવાળીનો ધમધમાટ ચાલું છે ત્યારે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી ફુડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું, ગાંઠીયા, ફાફડા, પનીર, જલેબી, ઘી, માવો, દુધ તથા અન્ય ચીજવસ્તુઓના નમૂના લેબમાં મોકલાયા હતાં.
​​​​​​​

તા.૯થી ૧૦ એરપોર્ટ અને એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિના આગમન પહેલા પણ ચેકીંગની કાર્યવાહી કરી હતી અને વીવીઆઇપી ૨૦ સર્વેલન્સ નમૂના લીધા હતાં, ઉપરાંત લીમડાલાઇન, ગ્રેઇન માર્કેટ, કાલાવડ નાકા બહાર, ત્રણબતી, દરબારગઢ, ઇન્દીરા માર્ગ, શંકરટેકરી, ગુ‚દ્વારા ચોકડી, અંબર ચોકડી, બેડીગેઇટ, ખંભાળીયા નાકા બહાર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ચેકીંગ કર્યુ હતું જેમાં પનીર, ફાફાડા, ગાંઠીયા સહિતની અનેક ચીજવસ્તુના નમૂના લઇને વડોદરાની લેબમાં મોકલવામાં આવ્યા હતાં. આ કાર્યવાહી ઇન્સ. ડી.બી.પરમાર અને નિલેશ જાશોલીયાએ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application