જામનગર નજીક રીક્ષામાં શરાબની હેરાફેરી કરતો ચાલક ઝડપાયો

  • February 14, 2026 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક ફલ્લા રોડ પર એક પરપ્રાંતીય શખ્સને રીક્ષામાં ઇંગ્લીશ દા‚ની હેરાફેરી કરતા ૧૪૪ બોટલ મળી કુલ ૩.૭૭ લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો અને દારૂ બાબતે વધુ પુછપરછ હાથ ધરી હતી જયારે ભારતવાસમાં રહેતા એક શખ્સને ઇંગ્લીશ દારૂના ૮ ચપટા સાથે પકડી લેવાયો હતો.


મુળ એમપીના ભાભરા તાલુકાના ખેરીયામાળી ગામના વતની અને હાલ કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામે વાડીમાં રહેતા રીક્ષા ડ્રાઇવીંગ કરતા મનિષ યોગેશ મીનામા (ઉ.વ.૨૦) નામના શખ્સને વેચાણ અર્થે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ફલ્લા હાઇવે જીન સામેના રોડ પરથી ઇંગ્લીશ દારૂની ૧૪૪ બોટલ કિ. ૭૨ હજાર તથા ૧ મોબાઇ અને ૩ લાખની કિંમતની સીએનજી રીક્ષા સાથે દબોચી લીધો હતો. પંચકોશી-એ પીઆઇ શેખની સુચનાથી સ્ટાફ દ્વારા આ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. 


આ ઉપરાંત જામનગરના સુભાષ બ્રીજ નજીક ભારતવાસ પહેલી શેરીમાં રહેતા શનિ ઉર્ફે સાગર દિલીપ ચૌહાણ (ઉ.વ.૨૫) નામના શખ્સને આ વિસ્તારમાંથી વિદેશી દારૂના ૮ ચપટા સાથે પકડી લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application