જામનગર જીલ્લામાં ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન

  • January 19, 2026 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જુદાજુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વાહન ચાલકો ઈજાગ્રસ્ત બન્યા છે. પોલીસ દ્વારા આ અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


જામનગર જીલ્લામાં ગઇકાલે પરોઢીયે ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો હતો. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે જામનગર શહેરના ગુલાબનગર ઓવર બ્રીજ પર એક રીક્ષા ડીવાઇડર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો, અને ઇજાગસ્ત રીક્ષા ડ્રાઇવરને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

​​​​​​​

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત કાર ચાલક ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


ઉપરાંત મોટીબાણુંગાર ગામ નજીક થાર જીપ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં થાર જીપના ચાલકને સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ અકસ્માતના બનાવો અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application