જામનગર : દ્વારકા-પોરબંદર હાઇવે બનશે લીલોછમ

  • December 10, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દ્વારકા-પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવે પર પર્યાવરણને અનુકુળ વિકાસ તરફ મહત્વપુર્ણ પહેલ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા આ હાઇવેને હરીયાળો બનાવવાના હેતુથી વિશાળ વૃક્ષારોપણ અભ્યાન અમલમાં મૂકવામાં આવ્યુ છે. આ અભ્યાન અંતર્ગત હાલ સુધીમાં ૪૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરનું ભગીરથ કાર્ય સફળતાપુર્વક પુર્ણ થયું છે.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ માત્ર સુધી સીમિત ન રહીને તેની સાચવણી, પાણી પુરુ પાડવું, સલામતી અને સંવર્ધન જેવા મહત્વપુર્ણ મુદાઓ પર ખાસ ઘ્યાન આપવામાં આવી રહ્યુ છે. યોજનાબદ્ધ રીતે અમલ થવાને કારણે વાવેલ વૃક્ષો ઝડપથી વિકસી રહ્યા છે. આ અભ્યાનની જાળવણીની જવાબદારી રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ ટીમને સોંપવામાં આવી છે. તેમની ટીમ દ્વારા વૃક્ષોને નિયમિત રીતે પાણી આપવું, લીલા રક્ષણ કવચ લગાવવું તેમજ ખાતર, મલ્ચિગ જેવા ઉછેર માટેના જ‚રી પગલા લેવામાં આવી રહ્યા છે.


આ પ્રોેજેકટ મુખ્યત્વે વડ, પીપળા, કાઠો જેવી  લાંબા આયુષ્ય ધરાવતી પ્રજાતીઓ પસંદ રકવામાં આવી છે, જે માત્ર લાંબા સમય સુધી ટકી રહે તેવા છે, પણ વધુમાં વધુ ઓકિસજન આપે છે તથા પ્રાકૃતિક છાયા પણ પુરુ પાડે છે. આ વૃક્ષોના કારણે હાઇવેનું તાપમાન ઓછું થવાનું, પ્રદુષણ ઘટાડો થવાનું અને કુદરતી સોૈંદર્ય વધારો થવાનું નિશ્ર્ચિત છે.
​​​​​​​

નજીકના વર્ષોમાં આ વિસ્તારોમાં હરીયાળીનો મોટો વિસ્તાર વિકસશે અને આ હાઇ વે પ્રવાસીઓ, યાત્રાળુઓ અનેેેેેેેેેે વાહન ચાલકોને કુદરતી સોૈંદર્યનો અનોખો અનુભવ આપશે માત્ર માર્ગ નહી પરંતુ ગ્રીન કોરીડોર તરીકે પણ આ હાઇવે વિકસશે તેવી આશા વ્યકત થઇ રહી છે પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ પણ લોકોને વૃક્ષોનું જતન અને જાળવણીમાં સહભાગી બનવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News