ઓપરેશન સિંદુરને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સુરક્ષામાં વધારો કરાયો છે. ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લો પાકીસ્તાની જળસીમાથી નજીક હોય અતિસંવેદનશીલ ગણાય છે.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની દેખરેખ હેઠળ મત્સ્યોદ્યોગના અધિકારીઓને સાથે રાખીને સમગ્ર જિલ્લાની દરીયાઇ પટ્ટીમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા અધિનિયમ તળે ૨૦ બોટ ચાલકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૩ પૈકી ૨૧ નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે ત્યારે વર્તમાન સ્થિતિમાં ભારતીય જળસીમામાં ચાલતા સઘન પેટ્રોલીંગ દરમ્યાન જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે સરકારના નિયમોનું પાલન કર્યા વગર માચ્છીમારી કરતી અને માચ્છીમારી કરવા સમુદ્રમાં જવા માટે ટોકન લીધા વગર અથવા જુના ટોકનનો ખોટો ઉપયોગ કરી તેમજ બોટમાં હોકાયંત્ર/ એનરોઈડ બેરોમીટર, ઈમરજન્સી સીગ્નલ સાથે નહિં રાખત કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમ મુજબના સાધનો અથવા ડોકયુમેન્ટસ વગર ફીશીંગ રનારા ર૦ જેટલા માચ્છીમારી બોટ પકડાઈ છે.
જેમાં બેટ દ્વારકા નજીક સમુદ્રમાંથી ૩, સલાયા નજીકના સમુદ્રમાંથી ૯, દ્વારકા નજીકના સમુદ્રમાંથી ર, વાડીનાર નજીકથી ૧, ઓખા નજીકથી પ એક કુલ ર૦ બોટો પર જિલ્લા પોલીસે મત્સ્યોદ્યોગ અધિનિયમ તેમજ બીએનએસની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.