દ્વારકામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ: જિલ્લામાં ઠેર ઠેર ઝાપટા

  • November 03, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાભર્યા માહોલ વચ્ચે ગઈકાલે રવિવારે બપોરે દ્વારકામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો.


દ્વારકા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં રવિવારે બપોરે આશરે એકાદ વાગ્યાથી શરૂ થયેલા આ વરસાદે વેગ પકડતા કુલ ૩૫ મી.મી. વરસાદ વરસી જવા પામ્યો હતો. જેના પગલે ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. ત્યારે ખંભાળિયા તથા ભાણવડમાં હળવા છાંટા વરસ્યા હતા. રવિવારે દિવસ દરમિયાન ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતા ખાસ કરીને ધરતીપુત્રો સાથે નગરજનોએ રાહતનો દમ લીધો હતો.


જો કે ખંભાળિયા પંથકમાં આજે સોમવારે પુન: મેઘરાજાના મંડાણ થયા હતા. અને ધોધમાર વરસાદ વરસતા માર્ગો પાણીથી તરબતર બની રહ્યા હતા. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા.
​​​​​​​

આજે સવારે ૧૦ વાગ્યા સુધીના સરકારી આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા ૩૯ ઈંચ (૯૮૮ મી.મી.) થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં સાડા ૫૧ ઈંચ (૧૨૯૦ મી.મી.), દ્વારકા તાલુકામાં સવા ૪૧ ઈંચ (૧૦૩૨ મી.મી.), ભાણવડ તાલુકામાં ૩૬ ઈંચ (૯૦૩ મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં ૨૯ ઈંચ (૭૨૬ મી.મી.) થવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application