ધ્રોલ નજીક હિટ એન્ડ રનના બનાવમાં જામનગરનું વૃઘ્ધ દંપતિ ખંડિત

  • February 09, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના બનાવમાં બોલેરો પીકપ વેન અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં જામનગરથી ધ્રોલ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યું હતું, દરમિયાન તેઓના સ્કૂટરને બોલેરો ચાલકે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે, જ્યારે તેમના પત્ની ઈજાગ્રસ્ત બન્યા હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ધ્રોલ પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.


જામનગરના ગુલાબનગર નજીક સિન્ડિકેટ સોસાયટીમાં રહેતા દયાળજીભાઈ મકનજીભાઈ ચૌહાણ નામના ૬૧ વર્ષના વૃઘ્ધ ગઇકાલે સવારે પોતાનું એકટીવા સ્કૂટર નં. જીજે૧૦સીઆર-૦૯૬૪ લઈને તેમાં પાછળ પોતાના પત્ની ભગવતીબેન (૬૦)ને બેસાડીને ધ્રોલમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન ધ્રોલની ભાગોળે પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. ૩૭ટી-૯૨૯૪ નંબરના બોલેરો પીકપ વેન ના ચાલકે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.


જે અકસ્માતમાં દયાજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી ઉપરાંત તેમનો જમણો પગ કપાઈ ગયો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા જ તેઓએ દમ તોડ્યો હતો, અને ભારે ગમગીની ફેલાઈ હતી.
​​​​​​​

 આ ઉપરાંત પાછળ બેઠેલા તેમના પત્ની ભગવતીબેનનેે ઈજાગ્રસ્ત બન્યા હોવાથી તેઓને સારવાર માટે સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમના પુત્ર કેતન દયાળજીભાઈ ચૌહાણએ ધ્રોલમાં બોલેરો પીકપ વેનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ કુબાવત બનાવના સ્થળે તેમ જ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જયારે બોલેરો સામે ગુનો નોંધ્યો છે. અને આરોપી ચાલકની શોધખોળ ચલાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application