જામનગર : હડમતીયા ગામમાં મકાનના પ્રશ્ર્ને વૃઘ્ધ પિતા પર ધોકાથી હુમલો

  • February 14, 2026 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર તાબેના હડમતીયા ગામમાં મકાનનો કબ્જો આપવા બાબતે બબાલ કરીને વૃઘ્ધ પિતા પર ધોકા વડે હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યાની પુત્ર  અને પુત્રવધુ સામે ફરીયાદ કરવામાં આવી છે. આ બનાવના કારણે ગામમાં ચકચાર મચી જવા પામી છે. 


જામનગર નજીક હડમતીયા ગામમાં રહેતા ખેતીકામ કરતા લાખાભાઇ રવાભાઇ સંઘાણી (ઉ.વ.૮૨) નામના વૃઘ્ધે ગઇકાલે પંચકોશી-એમાં હડમતીયા ગામમાં રહેતા વૃજલાલ લાખા સંઘાણી તથા ગીતાબેન વૃજલાલ સંઘાણીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.


આરોપી વૃજલાલ ફરીયાદી લાખાભાઇના પુત્ર થતા હોય અને ફરીયાદી વૃઘ્ધ પોતાના મકાનનો કબ્જો આરોપીને આપતા ન હોય જે વાતનો ખાર રાખીને તા. ૧૧ના ફરીયાદીના મકાને બંને આરોપી ધસી ગયા હતા અને ઝપાઝપી કરી હતી, દરમ્યાન આરોપી વૃજલાલે લાકડાના ધોકા વડે હુમલો કરી ફરીયાદીને ઘા ઝીંકી કોણીની નીચેના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી ધમકી દીધી હતી. 
​​​​​​​
દરમ્યાન વૃઘ્ધને ૧૦૮ મારફત સારવાર અર્થે જી.જી. હોસ્પીલમાં દાખલ કરવામાં આવ્યા છે જયાં તેમણે ઉપરોકત બનાવ અંગે ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ ધાધરેટીયા તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application