પરિવારમાં શોકનુ મોજુ : અકસ્માત સર્જી ચાલક ફરાર : પોલીસની તપાસ
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે છોટા હાથીના ચાલકે બેફીકરાઇથી ચલાવીને બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો જેમાં એક વૃઘ્ધનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ છે. આ બનાવ અંગે છોટાહાથીના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી ચાલકની શોધખોળ આદરી છે.
રાજકોટના ભકિતનગર સર્કલ, શિવશંકુલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધર્મેશભાઇ ભરતભાઇ લાઠીયા (ઉ.વ.32) નામના યુવાને ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા છોટાહાથી વાહનના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગઇકાલે જામનગર રાજકોટ હાઇવે ઠેબા ચોકડી પાસે છોટા હાથીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી પોતાની તથા અન્ય રાહદારીની જીંદગી જોખમાય તે રીચે ચલાવીને ફરીયાદીના પિતા ભરતભાઇ ભીખુભાઇ લાઠીયા (ઉ.વ.65) ને હોન્ડા સાઇન બાઇક નં. જીજે3ઇએચ-2074 સાથે હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
જેમાં વૃઘ્ધને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડતા સારવારમાં જી.જી. હોસ્પીટલ ખાતે લાવતા મોત નિપજયુ હતું. જયારે ચાલક નાશી છુટયો હતો. ફરીયાદના આધારે પંચ-બીના પીઆઇ રાઠોડ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech