રસ્તો ક્રોસ કરતી વેળાએ કાર કાળ બનીને ત્રાટકી : ચાલકની શોધખોળ
જોડીયામાં હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા પ્રૌઢાનું ગંભીર ઇજા સબબ સ્થળ પરકરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા નાશી છુટેલા કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જોડિયા તાલુકાના નવા માવનું ગામમાં રહેતા મનોજભાઈ કાંતિલાલભાઈ રાઠોડ ના વૃદ્ધ માતા લક્ષ્મીબેન (ઉંમર વર્ષ 70) કે જેઓ માવનું ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા,જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.12 ઇ.ઇ. 0434 નંબરની ફોર્ડ ફિગો કારના ચાલકે હડફેટમાં લઈ ચગદી નાખતાં હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી, અને તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માત સર્જીને કાર ચાલક ભાગી છૂટ્યો હોવાથી જોડિયા પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ભાજપની ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો
May 15, 2025 11:20 AMશિકારીવૃતિના હિંસક કૂતરાં હવે પાળી શકાશે નહીં: અમદાવાદની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત
May 15, 2025 11:09 AMમોરબીના શનાળા ગામ નજીક આઠ માળનું ગેરકાયદે બિલ્ડિંગ સીલ કરાયું
May 15, 2025 11:07 AMરાજકોટ એરપોર્ટ પર સાત ફ્લાઈટ્સ પૂર્વવત સવારની બે ફ્લાઈટ્સ શેડ્યુલ કરતા પાછળ
May 15, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech