અઘ્યક્ષપદે મહેન્દ્ર સોમૈયા, ઉપાઘ્યક્ષ પદે દિલીપ દત્તાણીની સવર્નિુમતે વરણી
ભાટીયા લોહાણા મહાજનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને કારોબારી સમીતીના સભ્યોની બે વર્ષની મુદત પુરી થતા ગઇકાલે રાત્રે 9 વાગ્યે ભાટીયા લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત લોહાણા સમાજની એક મીટીંગ નવી બોડીની રચના કરવા માટે મળી હતી.
જેમાં ભાટીયા લોહાણા સમાજના અઘ્યક્ષપદે મહેન્દ્રભાઇ વી. સોમૈયા તથા ઉપાઘ્યક્ષપદે દિલીપભાઇ વી. દતાણીની સવર્નિુમતે નિમણુંક થયેલ આ સાથે કારોબારી સમિતીના નવા સભ્યોમાં મનોજભાઇ એચ. દાવડા, દેવેન્દ્રભાઇ એમ. લાલ, અજયભાઇ જી. ઉનડકટ, પ્રવિણભાઇ જે. દાવડા, અનંતરાય બી. ભાયાણી, જીતેન્દ્રભાઇ એન. દાવડા, વિમલભાઇ એચ. દાવડા, ભરતભાઇ કે. ચંદારાણા તથા ચિંતનભાઇ બી. સોમૈયા વિગેરેની નિમણુંક થઇ છે.
નવા વરાયેલા હોદેદારોને ભાટીયા લોહાણા મહાજનના પ્રમુખ દામોદરભાઇ દાવડા, ઉપપ્રમુખ મેહુલભાઇ સામાણી, મંત્રી નિલેશભાઇ કાનાણી, વસંતભાઇ ગોકાણીએ સાલ તથા ઉપરણા પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઉપસ્થીત તમામ જ્ઞાતી ભાઇઓએ નવા વરાયેલા અઘ્યક્ષ, ઉપાઘ્ય અને કારોબારી સભ્યોને અભીનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech