મોટી સંખ્યામાં નવા વિદ્યાર્થીઓ ઉમંગ સાથે જોડાયા: કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
જામનગર મહાનગરપાલિકા સંચાલિત વી.એમ. મહેતા મ્યુનિ. આર્ટ્સ & કોમર્સ કોલેજના ઉપક્રમે તારીખ 2/8/2024 શુક્રવારના રોજ કોલેજમાં એડમિશન લેનારા નવાગંતુક વિદ્યાર્થીઓને આવકારવા અને કોલેજ પ્રવૃત્તિઓથી માહિતગાર કરવા માટે ‘પ્રવેશોત્સવ’ યોજાયેલો હતો. બહોળી સંખ્યામાં નવા વિદ્યાર્થીઓ નવી ઉર્જા તથા ઉમંગ સાથે પ્રવેશોત્સવમાં જોડાયા હતા. ભારતીય પરંપરા મુજબ સૌપ્રથમ કુમકુમ તિલક દ્વારા નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આખો માહોલ નવા તરંગોથી મહેકી ઉઠ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના વડા આચાર્ય ડૉ. જી. બી. સિંહના માર્ગદર્શન અને સંસ્થાની સાંસ્કૃતિક સમિતિના નેજા હેઠળ યોજાયેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. ભારતીબેન સોલંકી તથા સમિતિના સભ્યો ડૉ. નયનાબેન પંડ્યા અને ડૉ. તિતિક્ષાબેન વસાવાએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત નવા વિદ્યાર્થીઓને કોલેજની તથા કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની પાવર પોઈન્ટ પ્રેસેંટેશન દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ડૉ. દર્શિતાબેન દવે તથા ડૉ. નીતિક્ષાબેન ગેડીયા દ્વારા બહુ જ સરસ રીતે કોલેજની બધી જ પ્રવૃત્તિઓને આવરી લેતું પ્રેસેંટેશન તૈયાર કરી અને આકર્ષક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સંસ્થામાં કાર્યરત બધા જ વિભાગોના વડાઓએ વિદ્યાર્થીઓને પોતાનો તથા પોતાના વિભાગમાં કાર્યરત અધ્યાપકોનો પરિચય કરાવ્યો હતો. અંતમાં સંસ્થાના વડા આચાર્યએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એ.વી. નંદાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech