જામનગર જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટની સૂચનાથી અને કલ્યાણપુર તાલુકા પ્રા. શિક્ષણાધિકારી નારાયણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકાના સેટ-2024 ના ટોપ મેરીટમાં આવેલ બાળકો માટે વિનામૂલ્યે સાયન્સ સિટી અમદાવાદ ખાતે એક્સપોઝર વિઝીટ યોજાઇ હતી જેમાં 200 થી વધુ બાળકો અને 15 જેટલા શિક્ષકો સહભાગી થયા હતા. આ વિઝીટને સફળ બનાવવા જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખશ્રી મેરામણભાઈ ગોરીયા, બીઆરસી કો. ચેતનકુમાર, બીટ કે. નિ. જીવાભાઈ હાથલીયા તથા શિક્ષકમિત્રો ડી. કે. આહીર, દેવાણંદભાઈ કરમુર, હિરલબેન પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
બે દિવસીય એક્સપોઝર વિઝીટમા વિદ્યાર્થીઓએ જીસીઇઆરટી ગાંધીનગર, અડાલજની વાવ, અમદાવાદ સાયન્સ સીટી વગેરેની મુલાકાત લીધેલ હતી. રાત્રી રોકાણ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ચાણક્ય ભવન ખાતે સુવિધાઓ કરવામાં આવી હતી. તમામ બાળકો અને શિક્ષકો એ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech