જામનગર સહીત રાજયભરની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીઓમાં ફેસ રીકગ્રીશન અને બાયોમેટ્રીક હાજરી ફરજીયાત થશે.પ્રથમ તબકકામાં સ્ટેટ પ્રોજેકટ ઓફીસ બાદ ક્રમશ: જિલ્લાની કચેરીઓમાં અમલીકરણ કરાશે. કચેરીમાં ફરજ બજાવતા નિયમિત, પ્રતિનિયુકિત, કોન્ટ્રાકટ,આઉસસોર્સ સહીત તમામ કર્મચારીઓને અચૂક હાજરી નોંધાવવી પડશે.
રાજયના સમગ્ર શિક્ષા વિભાગના સચિવે ૪ ઓકટોબરના જામનગર સહીત રાજયની તમામ સમગ્ર શિક્ષા કચેરીના અધિકારીઓેને પરિપત્ર કર્યો છે. જેમાં જણાવ્યાનુસાર ગુજરાત કાઉન્સીલ ઓફ સ્કૂલ એજયુકેશન, સ્ટેટ પ્રોજેકટ ઓફીસ, સમગ્ર શિક્ષા ગાંધીનગર તમામ શાખાઓના કર્મચારીઓ માટે ફેસ-રીકગ્રીશન-બાયોમેટ્રીક હાજરી સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. જેનો હેતુ હાજરી વ્યવસ્થામાં નિયમિતતા, એકરૂપતા, ચોકસાઇ અને પારદર્શિતા લાવવાનો છે. આ સિસ્ટમ હેઠળ નિયમિત કર્મચારીઓ, પ્રતિનિયુકિત આધારિત, કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ, કોલર તથા ક્ધસલ્ટન્સ સૌને ફરજીયાત હાજરી નોંધાવવી પડશે. હાજરી સંબધિત તમામ નિયમો, કચેરી સમય, રજાના નિયમો, પગાર જોડાણ તથા અન્ય પ્રક્રિયા માટેનું એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર) માહીતી પગાર તથા સેવાને લગતી વહીવટી પ્રક્રિયામાં માન્ય રહેશે.
ફેસ રીકગ્રીશન-બાયોમેટ્રીક હાજરીનો સિસ્ટમ ૧ ઓકટોબર ૨૦૨૫થી અમલ કરવામાં આવશે. તમામ કર્મચારીઓએ નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. ફેસ રીકગ્રીશન-બાયોમેટ્રીક હાજરી સિસ્ટમ ટ્રાઇલ બેઝ પર હોય તમામ કર્મચારીઓને જયાં સુધી અન્ય કોઇ સૂચના ન મળે ત્યાં સુધી હાજરી રજીસ્ટરમાં પણ સહી કરવાની રહેશે. પ્રથમ તબકકામાં સ્ટેટ પ્રોજેકટ ઓફીસ માટે ફરજીયાત અમલ કરવાનો રહેશે. ત્યારબાદ ક્રમશ: જિલ્લા પ્રોજેકટ ઓફીસ, બીઆરસી, સીઆરસી અને અન્ય તમામ કચેરી માટે ફરજીયાત લાગુ કરવામાં આવશે. જેમાં નિયમિત, કોન્ટ્રાકટ, પ્રતિનિયુકિત, ક્ધસલ્ટન્ટ તથા આઉટસોર્સ તમામ કર્મચારીઓ માટે લાગુ પડશે.
દિવસમાં બે વખત મશીનમાં હાજરી પુરવાની રહેશે, કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે
-દરેક કર્મીએ સવારે ૧૦.૩૦ કલાક સુધીમાં ફરજીયાત હાજરી ફેસ રીકગ્રીશન -બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમમાં હાજરી પૂરી ફરજની જગ્યા પર હાજર થવાનું રહેશે.
-દિવસમાં બે વખત(આવતા અને જતાં) હાજરી પુરવાની રહેશે.પ્રથમ ઇન ગણાશે અને અંતિમ આઉટ એમ બે વખત હાજરી ગણાશે.
-બે વાગ્યા પછી આવનાર કે ૨.૩૦ વાગ્યા પહેલા જનારને હાફ-ડે ગણાશે.
-ફીલ્ડ કામ માટે કર્મચારીને જીઓ ફેન્સડ મોબાઇલ એફઆર એપથી હાજરી કરવી પડશે
-હાજરીનો ડેટા સંલગ્ન શાખા દ્રારા સંગ્રહ કરી સુરક્ષીત રીતે રાખવાનો રહેશે તથા પગાર પ્રક્રીયા સાથે સીધો જોડાશે.
-એક મહીનામાં ત્રણ લેઇટ કમીંગ, અર્લી ગોઇંગ કરનાર કર્મીઓની અડધા દીવસની પરચૂરણ રજા ગણાહે.
-તમામ કર્મચારીઓને તાલીમ તથા માર્ગદર્શન આપવામાં આવશે.