વાયરલ કરી અને ખંડણી માંગવાના કેશમાં આરોપીની જામીન અરજી રદ કરતી નામ.સેશન્સ કોર્ટ"
વિશાલ કણસાગરા નામના ફેસબુક આઈ.ડી.ઉપરથી ખોટી સ્ટોરી વાયરલ કરી અને ૫૦ લાખની ખંડણી માંગવામાં આવેલ"
'આ વિશાલ કણસાગરા પોલીટીશ્યન અને મોટા ગજાના બિલ્ડરોના પણ વિદેશમાં બેસી અને ફેક વીડીયો બનાવી અને બદનામ કરતી રીલ્સ ફેરવે છે."
"બિલ્ડરને ફોન કરી અને પોતે ઓસ્ટ્રેલીયાથી આ બધુ ચલાવે છે અને પોલીસ ફરીયાદ કરવી હોય તો કરી દેજો તેવી પણ ધમકીઓ આપેલ"
આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા સ્મિત જેન્તીભાઈ ૫રમારે તેમના વિરૂધ્ધ વિશાલ કણસાગરાએ તેમના ફેસબુક આઈ.ડી. ઉપરથી વાયરલ કરેલ રીલ્સ જોએલ તેમાં કરો તૈયારી મામેરાની રાજ કંન્ટ્રક્શન સુમીત જેનતલાલ પરમાર, નીતીન જેન્તીલાલ પરમાર' એવી પોસ્ટ વાયરલ કરેલ હોય, તે ધ્યાને આવેલ અને થોડા જ કલાકોમાં અન્ય આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્ટ એડીટીંગ રીલ્સ 'ઝોન ચેનઝ સ્કેમ' લખાણ લખેલ અને બિલ્ડર વાળા ફોટા જોએલ અને તે બાબતે પરષોતમભાઈ કણજારિયાનો સંપર્ક કરેલ, અને આ પરપોતમભાઈ પરમારે કહેલ કે, પતાવું હોય તો વિશાલ કણસાગરા નામની આઈ.ડી.પારકને હું ઓળખું છું, અને તેઓ સાથે સોસીયલ મીડીયામાં કોલથી તમારી વાતચીત કરાવી દઈશ, તેમ વાત કરી અને તેમને આ વિશાલ કણસાગરા સાથે તેમના ફેસબુક આઈ.ડી.માં ફોન કરેલ અને ફોન સ્પીકરમાં રાખી અને રેકર્ડ કરેલ કે, તમારે પતાવવું હોય તો ૫૦ લાખ આપવા પડશે, તેવી વાત કરેલ અને ફરીયાદીએ આટલી મોટી રકમ નથી તેમ જણાવેલ અંતે ૨૩ લાખ જૂનાગઢ મોકલવાનું નકિક કરેલ, અને પાછળથી જાણવા મળેલ કે, આ વિશાલ કણસાગરા પોલીટીશ્યનો અને મોટા ગજાના બિલ્ડરોને આ રીતે આંટીમાં લઈ અને મોટી મોટી રકમનો તોડ કરે છે અને તેમાં આ પરષોતમભાઈ પરમાર અને અન્ય પણ સંડોવાયેલા છે.
ત્યારબાદ ફરી આ વિશાલ કણસાગરાના આઈ.ડી.ઉપર કોલ કરતા આ વિશાલ કણસાગરાએ કહેલ કે, તમારા સાથે વાત થયા મુજબ ૨૩ લાખ પરષોતમભાઈ પરમાર પાસે પહોંચાડી આપો અને જો પરષોતમભાઈ પરમાર જવાબદારી લેતા હોય તો હું પોસ્ટ ડીલીટ કરી નાખીશ, તેમ વાત કરેલ અને બીજા દિવસ ફરી આ વિશાલ કણસાગરાએ તેમના આઈ.ડી.માંથી ફોન કરેલ અને અન્ય પુરૂષના આવાજમાં ધમકી આપેલ કે, તમારા કાળા કૌભાંડનો ચીઠો મારી પાસે આવી ગયેલ છે, લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં ફીટના થવું હોય તો તાત્કાલીક ૨૩ લાખ પરપોતમભાઈ પરમારને પહોંચાડી આપો નહીતર હું ગમે તેને ઉભો કરી અને લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરાવી નાખીશ, તેવી ધમકીઓ આપતા, આ બિલ્ડરના ધ્યાનમાં આવેલ કે, આ પરષોતમભાઈ જામનગરથી તમામ માહીતીઓ આ વિશાલ કણસાગરાને પહોંચાડી અને તેમને માહિતી પુરી પાડે છે અને સીધા સંડોવાયેલા છે, અને તેમની માહીતી ઉપરથી આ વિશાલ કણસાગરા વિદેશ બેસી અને આ રેકેટ ચલાવતા હોવાની હકિકત સામે આવતા, આ બીલ્ડર ધ્વારા જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિશાલ કણસાગરા અને પરષોતમભાઈ પરમાર અને તપાસમાં ખુલે તે તમામ સામે ફરીયાદ નોંધાવેલ અને તેમાં પરષોતમભાઈ પરમારની અટક કરી અને જેલ હવાલે કરતા તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવેલ અને તેમાં દલીલો કરવામાં આવેલ કે, આ જે ગુન્હો છે.
તેમાં આ પરષોતમભાઈને ખોટી રીતે સંડોવી દીધેલ છે, તેના સામે કોઈ જ ખંડણીના ચાર્જનો ગુન્હો બનતો નથી અને તેમને કોઈ જ ધમકીઓ આપેલ નથી અને તેમને કોઈ જ પૈસા માંગેલ નથી, જેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ, તેની સામે ફરીયાદ પક્ષે દલીલો થયેલ કે, આખા જામનગર માંથી આ પરષોતમભાઈ પરમાર જ વિશાલ કણસાગરા સાથે સેટલ કરાવી શકે અને તેઓ પરષોતમભાઈ પરમાર જવાબદારી લે તો વાત પુરૂ થઈ ગઈ તેવા કોલ કરે છે, અને આ પરષોતમભાઈ પરમાર જ જામનગરથી તમામ માહીતીઓ આ વિશાલભાઈને મોકલે છે અને તેના જ આધારે આ વિશાલભાઈ મોટા મોટા ગજાના બિલ્ડર અને પોલીટીશનોને બદનામ કરે છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
