બાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ

  • May 19, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના બેડલા ગામે યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અને માર મારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે ખેડૂતને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટ તાલુકાના બેડલા ગામે રહેતા દેવશી નારણભાઈ સાકરીયાની વાડીએ ચોટીલા તાલુકાના કાબરણ ગામના ગોપાલ અર્જુનભાઈ વાઘેલા અને વિશાલ પોતાની બોલેરો ગાડી લઈ ઘાસચારો લેવા ગયેલ, ત્યારે ખેડૂત દેવશીભાઈ સાકરીયા સાથે બંને વચ્ચે લીલા ઘાસચારા મુદ્દે અને બાકીના પૈસા પણ આપતા નથી, તે મુદ્દે બંને વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી લાકડાના ધોકા વડે ગોપાલને માર માર્યાની અને એટ્રોસિટી કલમ હેઠળ ધવાયેલા ગોપાલભાઈના ભાઈ રવિભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-૪ સાહેદોને તપાસવામાં આવેલ અને ભોગ બનનાર ફરિયાદીની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીક્તને સમર્થનકારીક જુબાની આપેલ પરંતુ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલટ તપાસમાં બનાવથી વિપરીત હકીકત રેકર્ડ પર આવેલ તથા ઘણો બધો વિરોધાભાસ રહેલ હોય જેથી ફરીયાદ પક્ષ કેસને નિઃશંક પણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટે કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ જજ એમ. જે. બ્રહમભટ્ટે આરોપી દેવશી સાકરીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application