જામ જોધપુર તાલુકાના કડબાલ ગામના ખેડૂતો પાક નુકશાની સહાય થી વંચીત આવેદન પત્ર અપાયુ

  • December 03, 2024 11:30 AM 

જામજોધપુર તાલુકાના કડબાલ ગામના ઘણા ખેડૂતો ઓગસ્ટ મહિનામા થયેલ પાક નુકશાનીની સહાયથી વંચિત રહી ગયા છે. જ્યારે સર્વે કરાયું છે એવા ખેડૂતે ને સહાય મળી નથી સહાય માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ થઇ ગયેલ હોવાથી ખેડૂતો હવે રજીસ્ટ્રેશન પણ કરાવી શકતા નથીતેવા ખેડૂતોનુ ફરીથી સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે. જો ઉપરોક્ત બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમય મા ખેડૂતો ને સાથે રાખી ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવી જામ જોધપુર મામલતદાર કચેરીએ દોઢસો જેટલા ખેડૂતોએ ધારા સભ્ય હેમત ખવાને સાથે રાખી મામલતદાર ને આવેદન પત્ર આપેલ હતું ત્યારે સર્વે કરવામાં શું ગોલમાલ થઇ છે તે પ્રશ્ન ઉડવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application