ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલથી ખેડૂતોને વ્યાપક નુકસાની થવાની આશંકા: ખંભાળીયામાં વિરોધ

  • February 19, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા-ભારત વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તથા સામાન્ય નાગરિકોને થતા સંભવિત નુકસાન અંગે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ પ્રદર્શિત કરી, અહીંના જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં અમેરિકા સાથેની ભારત સરકાર દ્વારા કરાયેલી ટ્રેડ ડીલનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ ડીલથી ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

​​​​​​​જેમાં ખાસ કરીને કપાસ, મકાઈ, સોયાબીન, ડેરી ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં અમેરિકન ઉત્પાદનોના શૂન્ય અથવા ઓછા ડ્યુટી સાથે આયાતથી સ્થાનિક ઉત્પાદકોની આજીવિકા પર આઘાત પડશે. તેવી આશંકાઓ વ્યક્ત કરી, આ સંદર્ભે આમ આદમી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application