જામવંથલી મુકામે ફુલવાન પરમધામ ખાતે બિરાજમાન ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો કળશ ઘ્વજા, પ્રતિષ્ઠા, રજત મહોત્સવ યોજાયો હતો આ ત્રિદિવસીય કાર્યક્રમ રંગચંગે ઉજવાયો હતો. ત્રણેય દિવસ સંતો દ્વારા કથા, વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તથા આજુબાજુના રહેવાસીઓએ કથાનું રસપાન કર્યું હતું તેમજ રાસગરબા અને ધાર્મિક કાર્યક્રમો તથા વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભાવિકો દ્વારા રાસગરબાની રમઝટ બોલાવી કાર્યક્રમ માણ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભકતો, રહેવાસીઓ તેમજ આજુબાજુના ગામનાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પુના, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાંથી હજારો ભકતોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech