પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગુરૂવારે મોડી રાત્રે આશરે 12:50 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્રાથિમક માહિતી મુજબ, આ વિસ્ફોટમાં 27 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 5થી વધુના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને બઠિંડા એઇમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટના કારણે બે માળની ફેક્ટરીની ઈમારત પળવારમાં ધ્વસ્ત થઈ ગઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારથી જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે.
જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીના પેકિંગ યુનિટમાં કામ કરનારા પરપ્રાંતીય શ્રમિકોના જણાવ્યા અનુસાર, અહીં બે શિફ્ટમાં કામ થાય છે અને લગભગ 40 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી અમુક તો પરિવાર સાથે જ અહીં રહે છે. મોટાભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશમાં અને બિહારના હતા. બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે કૉર્સેર કંપનીના બોક્સમાં તૈયાર ફટાકડા પડ્યા હતા. આ દરમિયાન ઘટનાસ્થળથી હરિયાણાની નંબર પ્લેટવાળો છોટા હાથી (વાહન) પણ મળી આવ્યું હતું. હાઇડ્રો મશીનથી હાલ કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ ફેક્ટરી સિંઘે વાલા-ફુતુહી વાલાના તરસેમ સિંહ નામના વ્યક્તિની છે, જે એક માન્ય ફેક્ટરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, 5 લોકોના મોત નીપજ્યા છે અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળની નીચેથી ત્રણ મૃતદેહ મળ્યા છે. હાલ, યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચાલી રહ્યું છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech