‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

  • May 09, 2025 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર ના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા બે પડોશીઓ વચ્ચે દબાણના મુદ્દે થતા સામાન્ય ઝઘડાથી તણાવભર્યું વાતાવરણ રહેતું હતું. દરમ્યાન પડોશમાં રહેતા પાંચ શખ્સોએ યુવાનના ઘરે આવી કેમ કાતર મારે છે, તેમ કહી યુવાનને ઘર ભાર ખેંચી છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી નાસી છૂટ્યા હતા. ખેડૂતવાસ વિસ્તારમાં સરા જાહેર યુવાનની હત્યા થતા ભારે ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો દોડી ગયો હતો. હત્યા અંગે મૃતક યુવાનની માતાએ તેની પડોશમાં રહેતા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે તમામને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હયી. દરમ્યાનમાં યુવાનની હત્યામાં સંડોવાયેલા શખ્સો પોલીસથી હાથવેંતમાં હોવાનું વિશ્વસનીય સૂત્રોથી જાણવા મળ્યું હતું.
શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના અંગે  રેખાબેન  બુધાભાઈ પોપટભાઈ વાજા (ઉ.વ.૪૮ ધંધો- ઘરકામ તથા મજુરીકામ રહે-ખેડુતવાસ, બુધ્ધદેવ સર્કલની સામે હેઠલાફળી, પ્લોટ નં ૨૩૨, ભાવનગર)એ ઘોઘા રોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે  અમારી બાજુમાં મહેશભાઈ  પ્રવિણભાઈ મકવાણા,  વલ્લભભાઈ  કાંતીભાઈ મકવાણા,  રવિભાઈ દિનેશભાઈ મકવાણા,  દિનેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાને  રહે છે. અને આ લોકો અમારી જગ્યામાં અવાર નવાર દબાણ કરતા હોય જેથી અમારે તેઓની સાથે સામાન્ય ઝઘડો ચાલતો રહેતો હતો.
દરમ્યાન  મારો પુત્ર વિશાલ(ઉ. વ. ૨૫) તેના મિત્ર રવિ ગોહેલ અને ગુડીબહેન સાથે ઘરે આવેલા અને મારા પુત્રને ઘરે ઉતારીને જતા રહેલા અને થોડીવાર બાદ ત્યા બાજુમાં રહેતા રવિભાઈ દિનેશભાઈ મકવાણા, વલ્લભભાઈ કાંતીભાઈ મકવાણા અને  દિનેશભાઈ વિઠ્ઠલભાઈ મારા ઘરે આવેલા અને રવિ એ મારા દિક પુત્ર ને કે કેમ  કાતર મારતો હતો ? તેમ કહી ત્રણેયે મારા પુત્રને પકડીને બહાર કાઢેલ અને રવિ એ અચાનક છરી કાઢી મારા પુત્રને મારવા લાગેલ જ્યારે  દિનેશભાઈ તથા વલ્લભભાઈ એ મારા પુત્રને પકડી રાખેલ.
આ વખતે મહેશભાઈ પ્રવિણભાઈ મકવાણા જે ત્યા આવેલો અને કહેવા લાગેલ કે આને પતાવી દો આ વખતે તેણે ફોન ઉપર પણ પતાવી દે વાની કોઈની સાથે વાત કરતો હતો. અને કાળુ રામજીભાઈ મકવાણા જે પણ અચાનક છરી લઈને મારા પુત્ર પાસે આવી છરીનો ઘા મારી દીધેલ આ વખતે હું તથા મારી પુત્રી આરતીબેન છોડાવવા વચ્ચે પડેલા અને આજુબાજુના માણ સો ભેગા થઈ જતા તેમજ રવિએ મારા પુત્રને પેટના ભાગે ઘા મારી આ લોકો ભાગી ગયા હટવા.
દરમ્યાન કોઈએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ આવેલ જેમાં વિશાલ લોહીલુહાણ હાલતમાં મારા ઘરની સામે પડેલ હોય જેની તપાસ કરતા તેનું મૃત્યુ થયાનું જણાવેલ આ વખતે પોલીસ પણ આવી ગયેલ અને વિશાલને સર.ટી. હોસ્પિટલ માં લાવતા જયા ફરજ પરના ડોકટરે  પણ મારો પુત્ર વિશાલનું મૃત્યુ જણાવ્યું હતું.
રેખાબેને નોંધાવેલી ફરિયાદનના પગલે ઘોઘા રોડ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આનંદ દેસાઈએ તમામ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન યુવાનની હત્યામાં સામેલ શખ્સો પોલીસથી હાથવેંતમાં હોવાનું વિશ્વસનીય સૂત્રોથી જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application