હોટલવાળાને ધારીયુ માર્યુ : નુકશાન કરાયાની એક સામે ફરીયાદ
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડની સામે આવેલ વતન પરોઠા હાઉસ હોટલેથી જમવાનું પાર્સલ લીધુ હતું જે ખરાબ નીકળતા આ મામલે બોલાચાલી કરીને એક શખ્સે હોટલમાં નુકશાન કરી ધારીયા વડે વેપારી યુવાનને ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી હતી.
જામનગરના ધુંવાવ ગામમાં બહારફળીમાં રહેતા ઇરફાન ઉમરભાઇ મથુપોત્રા નામના વેપારી યુવાને ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં હાપા યાર્ડ નજીક રહેતા રાજ દેવીપુજક નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.
આરોપી રાજની પત્નીએ યાર્ડની સામે આવેલ ફરીયાદી ઇરફાનભાઇની હોટલેથી જમવાનું પાર્સલ લઇ ગયા હોય જે ખરાબ નીકળતા આરોપી હોટલે જઇને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને હોટલમાં નુકશાન કર્યુ હતું. ઉપરાંત ફરીયાદીને ધારીયા વડે હાથના ભાગે અને વાંસામાં ઘા મારીને ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech