જામનગર વનવિભાગની આબના ધજાગરા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, સોમવારે લાલ બંગલા સર્કલમાં બપોરના સાડા બાર વાગ્યા આસપાસ એકાએક રોઝડું આવ્યું હતું અને અદાલતના ગાર્ડન તથા સર્કીટ હાઉસ આજુબાજુના વિસ્તારમાં દોડાદોડી કરી હતી. આથી લોકોમાં કૂતૂહૂલ સર્જાયું હતું. બનાવની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી.
પરંતુ નવાઇની વાત તો એ છે કે, વનવિભાગની ટીમે પાંચ કલાક કવાયત કરવા છતાં રોઝડું હાથમાં આવ્યું ન હતું. આખરે વનતારાની ટીમની મદદ લેવામાં આવી હતી. વનતારાની ટીમે ઇન્જેકશન રોઝડાને ઇન્જેકશન આપી બેભાન કરી વાહનમાં રેસ્કયુ કરી લઇ ગઇ હતી અને ત્યારબાદ કુદરતના ખોળે મુકત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચ કલાક સુધી વન વિભાગની ટીમ રોઝડાનું રેસ્કયુ ન કરી શકતા ફોરેસ્ટના અધિકારીઓ અને કાર્મચારીઓની કાર્યક્ષમતા સામે સવાલ ઉઠ્યા છે તો વન વિભાગની શાખને બટ્ટો લાગ્યો છે. ત્યારે અન્ય શહેરોની જેમ જામનગરમાં જો કોઇ હીંસક પ્રાણી આવી ચડે તો પાંચ કલાક સુધી એક રોઝડાનું રેસ્કયુ ન કરી શકનાર વનવિભાગની ટીમ શું કરી શકવાની એટલે કે શું ઉકાળી શકે તે સવાલ શહેરીજનોમાં જોરશોરથી ઉઠ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઢોંગી બાબા કે તુક્કાબાજ! T20 વર્લ્ડ કપ કોણ જીતશે? મોહમ્મદ આમિરે ફરી કરી વાહિયાત ભવિષ્યવાણી
March 08, 2026 03:47 PMઇસ્ફહાન એરપોર્ટ પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઈક, ઈરાનનું F-14 ફાઇટર જેટ તબાહ
March 08, 2026 02:27 PMતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
