જામનગર : હરીદ્વારમાં પૂર્વ રાજયમંત્રી દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો શુભારંભ

  • October 27, 2025 11:12 AM 


હરિદ્વાર પવિત્ર ગંગાનદીના મહારાજા અગ્રેસર ઘાટ ખાતે  શિવભક્તનું બિરુદ ધરાવતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ના પરિવારજનો દ્રારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ કારતક માસની ચોથથી કરવામાં આવ્યો જેનો લાભ શ્રોતાઓ મેળવી રહ્યા છે


 ગંગાનદીનાસ્વર્ગલોકમાં બિરાજતા ભગવાન શંકરની જટામાજી પુથ્વી ઉપર રાજા ભગીરથજીએ ભક્તિ કરીને ગંગા માતાજીને  હિમાલય પર્વતઉપર ઉતારી છે. આ ગંગાજી ત્યાંથી હરિદ્વારમાં ખડખડ વહે છે. પવિત્ર ગંગા નદીના કિનારે મહારાજ  હરિદ્વાર ખાતે પુરાણીક શિવમંદિરથી મહારાજા અગ્રેસર ઘાટ સુધી વાજતે-ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી અશોકભાઈ રસપાન કરાવી રહ્યા છે.

​​​​​​​


છોટીકાશીનું વિરુદ્ધ ધરાવતા જામનગરના માનવસેવાના ભેખધારી એવા શિવભક્ત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા હકુભા અને તેના પરિવારજનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી  હરિદ્વાર ગંગા નદીના ઘાટ ઉપર મહારાજા અગ્રેસર ઘાટ ખાતે શ્રીમદ ભાગવત  ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે આ વર્ષે આયોજન કરાયું છે.


 શિવ મંદિરથી ભાગવત ગીતાજીની પોથીયાત્રા જ્યારે કાઢવામાં આવી હતી ત્યારે વાંચતે  ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો ગુંજી ઉઠ્યા હતાં,  કૃષ્ણ ભગવાનની ધૂન સાથે આ પોથીયાત્રા  કથા ના સ્થળ એવા મહારાજા અગ્રેસર ઘાટે પહોંચી હતી.


આ પોથી યાત્રા દરમિયાન હકુભાના પરિવારજનો પણ જોડાયા હતાં, વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી અશોકભાઈ વ્યાસે પૂજા-અર્ચના કર્યા બાદ કથાનો સંગીતમય રસકથાનો પ્રારંભ કરાવ્યો હતો, કળયુગમાં જ્ઞાનયજ્ઞ માનવ જીવન માટે ખૂબ પુણ્યકારક ગણાવ્યું છે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં હકુભા જાડેજા તેમના પરિવારજનો સહિતના શ્રોતાઓ કથાશ્રવણ કરવા લીન બન્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application