ધાકધમકી થી દુષ્કર્મના ગુનામાં અગાઉના પાડોશીને આજીવન કેદ અને દંડની સજા

  • April 23, 2026 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં અનુસુચીત જાતીના પરિવારની સગીરાને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ સંબંધોમાં લપેટી તેના ભાઇને મારી નાખવાની ધમકી આપીને અગાઉ પાડોશમાં રહેતા શખસે ઘરે બોલાવીને તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મના એટ્રોસિટી, સ્પેશ્યલ પોકસો એક્ટ સહિતના ગુનાના કેસમાં ખાસ જજ વી. એ. રાણાએ આરોપી સંજય ધર્મેન્દ્રભાઈ કણજારીયા (ઉ.વ. ૩૨ રહે. આરએમસી આવાસ યોજના, આલાપ ગ્રીન સિટી પાસે)ને પોક્સો, એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ આજીવન સખત કેદની સજા તા વિવિધ દંડ તેમજ પીડિતાને વિક્ટીમ કોમ્પેન્સેશનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને અગાઉ પાડોશમાં અને હાલ આલાપ ગ્રીન સિટી પાસે આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં સંજય ધર્મેન્દ્રભાઈ કણજારીયા (ઉ.૩૨)એ સોશિયલ મીડિયા મારફત ફસાવી સગીરા અનુસુચિત જાતીની હોવાનું જાણવા છતાં સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાને પોતાના ઘરે બોલાવી સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા અંગે સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ મકમાં સંજય કણજારીયા વિરૂધ્ધ પોકસો અને એટ્રોસિટી એકટ વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં એસ.સી. એસ.ટી. સેલના મદદનીશ પોલીસ કમિશનર એસ.ડી.પટેલ દ્વારા ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું. આ કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતાં ફરિયાદ પક્ષે કુલ ૧૮ સાહેદો તપાસીને ૧૬ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતાં. તેમજ સરકારી વકીલ પ્રશાંત પટેલે આ કેસના સાહેદો અને પંચોના પુરાવાઓની કડીઓ મેળવી કેસમાં દલીલ કરી હતી કે ભોગ બનનારની જુબાની મુજબ આરોપીએ ભોગ બનનાર અનુસુચિત જાતિના હોવાનું જાણવા છતાં ભોગ બનનારના ભાઈને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચર્યુ છે. મેડિકલ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવા પણ પોઝીટીવ આવ્યા છે. ભોગ બનનાર અને આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોકટરે પ્રોસિકયુશનના કેસને સર્મન આપેલ છે. તેમજ સમાજ કલ્યાણ શાખાના નાયબ નિયામક જુબાની મુજબ ભોગ બનનાર અનુસુચિત જાતિના હોવાનું સાબિત ાય છે. સહિતની દલીલો અને રજુ કરેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સ્પે.પોકસો કોર્ટના જજ વી. એ. રાણાએ આરોપી સંજય ધર્મેન્દ્રભાઈ કણજારીયાને પોક્સો એક્ટ કલમ ૪ મુજબ આજીવન કેદની સખત સજા તા રૂા.૨૦૦૦નો દંડ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પ્રશાંત પટેલ, સહાયક તરીકે રાજન ટીંબા અને મુસ્કાન સમા રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application