પોરબંદર જિલ્લા ભાજપ અને રાજકોટની રણછોડદાસજીબાપુ હોસ્પિટલના ઉપક્રમે નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ,તેમાં ૬૬ લોકોના નેત્રમણી વિનામુલ્યે મુકી આપવામાં આવ્યા હતા.
સેવા એ જ સંગઠનના સુત્રને યથાર્થ કરતી ભારતીય જનતા પાર્ટી અને રાજયની નંબર વન આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ૧૦૯ લોકોના નિદાન કરવામાં આવ્યા હતા, તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરાવી અને ૬૬ લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા.કેમ્પમાં પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા,પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી,પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મનુભાઈ મોદી,પોરબંદર જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, ડો.નિખિલ રૂપારેલિયા તથા કેમ્પના ડોક્ટરના હસ્તે દીપ-પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પમાં પોરબંદર જિલ્લા પંચાયત ચેરમેન આવડાભાઈ ઓડેદરા, અરજનભાઇ ભુતિયા, પોરબંદર શહેર ભાજપ મહામંત્રી નિલેષભાઈ બાપોદરા,ભીખુભાઇ ગોસ્વામી, અરભમભાઇ ઓડેદરા, રાહુલભાઈ કક્કડ તથા ભાજપ આગેવાનોએ પણ હાજરી આપી હતી આ કેમ્પને સફળ બનાવવામાં ધવલભાઈ જોશી,કાંતિભાઈ ઘેડીયા, ચંદ્રકાન્તભાઈ કે જોશી, આનંદભાઈ નાંઢા,અતુલભાઈ રાજ્યગુરૂ અને બધા જ કાર્યકર્તાઓની મહેનત સફળ રહી હતી.આ કેમ્પના દાતા સ્વ.ગૌરવભાઇ ખન્ના હસ્તે આર.કે.ખન્ના હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech