જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નુતન વર્ષ સ્નેહમિલનનો કાર્યક્રમ સંપન્ન

  • November 04, 2025 01:17 PM 

જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન નો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં યોજાયો હતો. શહેરના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર સહિતના રાજકીય આગેવાનો ઉપરાંત આરોગ્ય અને યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


જામનગરના ત્રિમંદિરમાં તારીખ ૨, નવેમ્બરના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની જામનગર શાખા નું નુતન વર્ષ  સ્નેહમિલન યોજાયું હતું. આ શુભ પ્રસંગે જામનગર શહેરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નગરના પ્રથમ નાગરિક વિનોદભાઈ ખીમસુર્યા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, શહેરના વોર્ડ પ્રમુખ દક્ષાબેન અગ્રવાલ,બ્રહ્માકુમારીના પૂજ્ય દીદી બ્રહ્માકુમારીજી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. ગીરીરાજસિંહ ગોહિલ, વેલનેશ સેન્ટરના કમલભાઈ પારેખ, જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશભાઈ સરવૈયાઝ પતંજલિ ના આગેવાન રમેશભાઈ હરવરા, આરએસએસ ના પ્રતિનિધિ જીતુભાઈ ચોવટીયા, ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડો. કિશન પરમાર, જોન ખોટીનેટર ધનાભાઈ જડિયા તથા ધીરુભાઈ ચોવટીયા ઉપસ્થિત રહ્યા હતા.


આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાંતિભાઈ વસોયા, તેમજ જામનગર મહાનગરના કો-ઓર્ડીનેટર હર્ષિતા મહેતા, તથા રાજ્શ્રી પટેલ, અને શહેરના તમામ યોગકોચ તથા ટ્રેનરગણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.


આ સ્નેહ મિલનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ખૂશી કનખરા દ્વારા સાંસ્કૃતિ  કાર્યક્રમને અનુરૂપ કૃતિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે મિત કનખરા દ્વારા બાંસુરી વાદન અને પલ્લવી બારાઈની ટીમ દ્વારા પણ વિશેષ કૃતિ રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત નયનાબેન ચુડાસમા અને તેઓની ટીમ દ્વારા યોગ ના પ્રયોગો ની સાથે સાથે પાવર ગરબા પણ યોજાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application