દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા કુરંગાના જોખમી પ્રદૂષિત પ્લાન્ટ આર એસ પી એલ સામે પ્રદૂષણ ફેલાવવા બદલ તેની વિરુદ્ધ પગલાં નહીં લેનાર ગુજરાત સરકારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે હાઇકોર્ટે દંડો ઉગામ્યો છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રૂપિયા 20 લાખનો દંડ ફટકાર્યો છે. જે ગુજરાત હાઇકોર્ટ નું મહત્વનો ચુકાદો પુરવાર થયો છે .
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માયીની ખંડપીઠ દ્વારા જોખમી પ્રદૂષણ ના કારણે સ્થાનિક ખેડૂતોની જમીનને અને ખેતી ને મોટા પાયે નુકસાન થયું છે માનસિક ત્રાસ અને કોર્ટ કાર્યવાહી કરવી પડી તેના ખર્ચ પેટે દંડની રૂપિયા 20 લાખની રકમ અરજદાર ખેડૂતને ચૂકવી આપવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને હાઇકોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે
આ સિવાય હાઇકોર્ટ આકરું વલણ અખત્યાર કર્યુ છે સમગ્ર પ્રકરણમાં કસુરવાર અધિકારીની જવાબદારી નક્કી કરીને તેની વિરુદ્ધ ઇન્કવાયરી કરવા હુકમ કર્યો છે કસૂરવાર અધિકારીઓએ નિષ્કાળજી દાખવી છે ને તેમના ખિસ્સામાંથી જ આ દંડની રકમ વસૂલવા હાઇકોર્ટ હુકમ કર્યો હતો ઉપરાંત આવા કસૂરવા અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા ફરમાન કરવામા આવ્યુ છે હાઇકોર્ટ અરજદાર ખેડૂતની જમીન ફરીથી ખેતી લાયક બની શકે તે હેતુસર ડીડીએ નડિયાદના રિપોર્ટ અને ભલામણોનું પાલન કરવા પણ જીપીસીબી ને હુકમ કર્યો છે.
અરજદાર ખેડૂત તરફથી કરાયેલી રીટ અરજીમાં એડવોકેટ અંન્શીન દેસાઈએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા કુરંગા ગામે અરજદારોના ખેતરોને જમીન નજીક આવેલ આર એસ પી એલ લિમિટેડ કંપ્ની દ્વારા સોડા એસ માટેનો પ્લાન્ટ ઊભો કરાયો હતો કંપ્નીમાંથી જોખમી અને કેમિકલ યુક્ત અને પ્રદૂષિત પાણી સીધું 1 દૂર દરિયાઈ પટ્ટામાં અને આસપાસની જમીનોમાં છોડાતું હતું ખાસ કરીને નિકાલ માટે જે કેનાલ બનાવાય હતી તે તૂટી જતા આસપાસના ખેતરો બિન ઉપજાઉ અને બિન ફળદ્રુપ બની ગયા છે.
આ માટે અરજદારોએ 2016 -17 થી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સતાધીશો સમક્ષ ફરિયાદ અને અનેક વખત રજૂઆતો કરી છતાં યોગ્ય પગલા નહીં લેવાતા જમીનને ગંભીર નુકસાન થયું છે આ સંજોગોમાં હાઇકોર્ટે પયર્વિરણના કાયદાનો સરેઆમ ભંગ બદલ આર એસ પી એલ કંપ્ની વિરુદ્ધ અને ફરજમા નિષ્કાળ દાખવવા બદલ જીપીસીબીના સત્તાવાળાઓ વિરુદ્ધ કાર્યવાહીનો હુકમ કરી અરજદાર ખેડૂતને ન્યાય આપવો જોઈએ જીપીસીબી તરફથી બચાવ કરતા જણાવાયું હતું કે કંપ્નીની સામે ક્લોઝર ઓર્ડર સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.
આ તકે હાઇકોર્ટે જીપીસીબીના અધિકારીઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ચાર ચાર વર્ષ સુધી કેમ કાર્યવાહી કરવામાં આવી નથી કેમ કોઈ આકરા પગલાં લેવાયા નથી અરજદારોએ કેમ હાઇકોર્ટ સુધી આવવું પડ્યું ખેતિની જમીન ફળદ્રુપ નથી રહી ત્યારબાદ અદાલતની દરમિયાનગીરી અને નિર્દેશો બાદ તમે કેમ જાગ્યા છો? જીપીસીબીના અધિકારીઓએ ફરજમાં ખૂબ ગંભીર નિષ્કાળજી અને ઉદાસીનતા દાખવી છે હાઇકોર્ટે જીપીસીબીના અધિકારીઓને ગંભીરતા રાખવા ટકોર કરી હતી અને સબક સમાન રૂપિયા 20 લાખનો આંકરો દંડ ફટકારવાનો મહત્વનો આદેશ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે
May 15, 2025 12:13 PMદ્વારકા જિલ્લાનાં બાગાયતી ખેતીની વિવિધ યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ શરૂ
May 15, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech