મોબાઇલ અને બે બાઇક મળી ૧.૪૪ લાખનો મુદામાલ કબ્જે
જામનગરના ગોકુલનગરની રાધેક્રિષ્ના સોસાયટી વિસ્તારમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ૬ શખ્સોને કુલ ૧.૪૪ લાખના મુદામાલ સાથે એલસીબીએ પકડી પાડયા હતા.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારુ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા જુગારધારાના કેશો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા તથા પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો પ્રોહીબીશન જુગાર અંગેના કેસો શોધી કાઢવા અંગે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા મયુરસિંહ પરમારને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરમાં ગોકુલનગર રાધેક્રિષ્ન સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા જેઠા અરજણ ભારવાડીયા રહે. ગોકુલનગર મુરલીધર સોસાયટી શેરી નં. ૧૬, રામદે પીઠા કોટા રહે. ગોકુલનગર અયોઘ્યાનગર શેરી નં. ૧, રણછોડ કાના મકવાણા રહે. ગોકુલનગર ખોડીયારનગર, પરબત રણમલ ચેતરીયા રહે ગોકુલનગર મુરલીધર સોસાયટી શેરી નં. ૨ મનોજ ઉર્ફે મનસુખ રામજી પરેશા રહે. અંધાશ્રમ ફાટક પાસે હનુમાન ચોક, દિનેશ ચમન ડાભી રહે. શરુ સેકશન રોડ, માસ્તર સોસાયટી પાછળ, કોળીવાસ જામનગરવાળાને રોકડા ૫૮.૯૦૦ ગંજીપાના , મોબાઇલ ફોન ૬ કિ. ૨૫૫૦૦ તથા બે મોટરસાયકલ કિ. ૬૦ હજાર મળી કુલ ૧.૪૪.૪૦૦ના મુદામાલ સાથે અટકાયત કરી હતી.
***
બેડી ઓવરબ્રીજ નીચે એકી-બેકીનો જુગાર
જામનગરના બેડી ઓવરબ્રીજ નીચે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા એકડેએકબાપુની દરગાહ પાસે રહેતા શાહરુખ અસગર મુલા શેખ તથા ધરારનગરમાં રહેતા સીદીક ગુલામ મેરમિયાણા નામના બે શખ્સોને સીટી-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૮૨૦ સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech