જામનગર: કાલાવડના હરિપર-ખંઢેરા ગામની યુવતી ભેદી રીતે ગુમ
કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામેથી ૨૨ વર્ષીય યુવતી ગુમ થવા અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.
પોલીસમાં જાહેર કરાયેલી વિગત મુજબ, હરિપર (ખંઢેરા) ગામમાં રહેતા મનોજભાઈ નાથાભાઈ સરસીયાની પુત્રી હીરલબેન સરસીયા, ઉંમર ૨૨ વર્ષ, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારના સુમારે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હોવાથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.
ગુમ થનાર હીરલબેનનો શ્યામવર્ણ છે અને તેની ઊંચાઈ આશરે પાંચ ફૂટ છે. ઘરેથી નીકળી ત્યારે તેણે કાળા રંગનું ટી-શર્ટ અને મરૂન રંગનું પેન્ટ પહેર્યું હતું. આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમનોંધ કરવામાં આવી છે. ગુમ થયેલી યુવતી અંગે કોઈને જાણકારી મળે તો કાલાવડ ટાઉન પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ RPFના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ધર્મેન્દ્ર ગુરયાણીની પ્રમોશન સાથે સિકંદરાબાદ બદલી
November 24, 2026 07:31 PMબોલરોની ધોલાઈ કરી, રેકોર્ડ થયા ચકનાચૂર: વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ્સનું રહસ્ય ખોલ્યું
November 24, 2026 06:59 PMટાટા કાર અને SUV ખરીદવી મોંઘી થશે, 1 ડિસેમ્બરથી કિંમતો વધશે
November 24, 2026 06:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
