જામનગરમાં રહેતી એક યુવતિ સાથે અલગ અલગ સમયે બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ સીટી–સી ડીવીઝનમાં નોંધાવવામાં આવતા પોલીસે ફરીયાદ આધારે બંને શખ્સોની ધરપકડ કરી છે, એક શખ્સે મિત્રતા કેળવીને વિડિયો ઉતારી દુષ્કર્મ ગુજાર્યુ હતું અને આશરે સાત માસ સુધી યુવતિનું શોષણ કર્યાનું ફરીયાદમાં જણાવાયુ છે.
જામનગરમાં અગાઉ રહેતી એક યુવતિ સાથે પરિચય કેળવીને આરોપી પ્રતિકગીરીએ લગ્ન કરવાની લાલચ આપીને તેની મરજી વિરુધ્ધ શરીર સબધં બાંધી તેનો અભદ્ર વિડિયો ઉતારી અને ફરીયાદી યુવતિને વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ અજય સાથે શરીર સબધં બાંધવાનુ કહયુ હતું ત્યાર બાદ આરોપી અજયે પણ યુવતિ સાથે તેની મરજી વિરુધ્ધ શરીર સબધં બાંધી આમ અવાર નવાર બંને આરોપીઓએ અલગ અલગ સમયે યુવતિ સાથે શરીર સબધં બાંધી ગુનો કર્યેા હતો. ધાક ધમકીના કારણે યુવતિ મૌન રહી હતી, દરમ્યાનમાં શોષણથી કંટાળીને આખરે પોલીસનો સંપર્ક કયર્ો હતો.
દરમ્યાનમાં યુવતિ દ્રારા સીટી–સી ડીવીઝનમાં પ્રતિકગીરી દોલતગીરી ગોસ્વામી અને અજય બરછા નામના બે શખ્સો સામે બીએનએસ કલમ ૬૪(૨)(એમ), ૫૪, ૩૫૧(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી, જેના આધારે પીઆઇ ડાભી અને સ્ટાફ દ્રારા તપાસ કરીને બંને આરોપીઓને અટકમાં લઇ રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આશરે સાત મહિનાના સમયગાળામાં તેણીનું શારીરીક શોષણ આરોપીઓ દ્રારા કરવામાં આવ્યુ હતં જે તે સમયે યુવતિ ધાકધમકીના કારણે ચુપ રહી હતી દરમ્યાનમાં યુવતિએ જામનગરના અન્ય એક યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા, એ પછી પણ એક આરોપી દ્રારા તેણીના પતિને મોબાઇલ ફોન કરીને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે બાબતે અગાઉ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને આ અંગેની તપાસ દરમ્યાન મામલો સામે આવતા વિધિવત ફરીયાદ નોંધીને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationનયારા એનર્જી દ્વારા 48 સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકીકરણ
August 25, 2026 05:33 PM310 કિમી રેન્જ અને નેનો જેવડી સાઈઝ, સુઝુકીએ લોન્ચ કરી સૌથી નાની EV કાર
August 25, 2026 05:32 PM8મા પગાર પંચમાં ફક્ત એક માગ પૂરી થઈ... પછી લેવલ 1 થી 10 સુધીના કર્મચારીઓના પગારમાં આટલો વધારો
August 25, 2026 04:52 PMગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફાઇલ અને ફોલ્ડર બંધ થશે, હવે 'ગ્રીન ફાઇલ'ની થશે એન્ટ્રી
August 25, 2026 04:25 PMરાજકોટ યાર્ડમાં ડુંગળી 50ની કિલો; સ્થાનિક પાક નિષ્ફળ જતાં ભાવમાં પાંચ ગણો વધારો
August 25, 2026 04:17 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
