સોનું થયું સસ્તું : ભાવ ૯૬,૬૦૦

  • May 05, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનું ભાવ ૧ લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા બાદ અક્ષય તૃતિયાંસના તહેવાર પછી પણ સતત ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે તથા સોનાના ભાવમાં રૂા.૩ થી ૪,૦૦૦ જેટલો ઘટાડો નોંધાયો છે. આજે રાજકોટની સ્થાનિક સોની બજારમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૯૬,૬૦૦ નોંધાયો છે.
વૈશ્ર્વિક સ્તરે થઈ રહેલા ફેરફારને કારણે ભારતીય બુલિયન બજાર અને એમસીએકસમાં પણ સોનાનો ભાવ ઘટી રહ્યા છે. શુક્રવારે એમસીએકસ પર ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૯૨,૭૦૦ નોંધાયા બાદ આજે ૯૩,૨૪૯ પર ખુલતા ફરી નજીવી વધઘટ સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે પરંતુ જેટલી ઝડપથી સોનું વધ્યું હતું તેટલી ઝડપથી હવે ઘટતું જોવા મળી રહ્યું છે અને સોનાના ભાવનો ઘટાડો યથાવત રહેવાની શકયતા છે.
સ્થાનિક સોની બજારમાં ૨૪ કેરેટ સોનાના પ્રતિ ૧૦ ગ્રામના ભાવ ૯૬,૬૦૦ તો ૨૨ કેરેટ સોનાના પ્રતિ ૧૦ ગ્રામ સોનાના ભાવ ૮૮,૯૦૦ થયા છે. જેના કારણે સોની બજારમાં લગાળાને કારણે ગ્રાહકોની અવરજવર જોવા મળી રહી છે. સોની બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર ઠંડુ પડવાના કારણે સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તેમજ અહેવાલો મુજબ અમેરિકા ચીન પર ટેરિફ ઘટાડી શકે છે. જેની શકયતાના કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે અને સોનાના ભાવ ઘટી રહ્યા છે. તેમજ જો આ જ રીતે ઘટાડો ચાલુ રહેશે તો સોનાનો ભાવ ૯૨ થી ૯૪ હજાર રૂપિયા પ્રતિગ્રામ પર પહોંચી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application