૩૫૦ વિધાર્થીઓ દ્વારા ૧૬૦ મોડલ / પ્રોજેક્ટનું પ્રદર્શન
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે તા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫, શુક્રવારનાં રોજ જી.ડી.શાહ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં ધો. ૩ થી ૯ નાં વિધાર્થીઓ દ્વારા શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ વિજ્ઞાન અને ગણિતનાં અવનવા મોડેલ અને પ્રોજેક્ટનું પ્રદર્શન શાળા પરિસરમાં યોજાયેલ હતું.આ પ્રદર્શનમાં અંદાજીત ૩૫૦ વિધાર્થીઓ દ્વારા ૧૬૦ મોડલ/પ્રોજેક્ટ નું પ્રદર્શન થયેલ.
સંસ્થાનાં આમંત્રણને માન આપીને વિજ્ઞાન મેળાની ખાસ મુલાકાત જામનગરના ડીઈઓ વિપુલભાઈ મહેતા તથા ઈ આઈ સી.એમ.મેહતા લીધેલ અને વિધાર્થીઓને રૂબરૂ અભિનંદન અને આશીર્વાદ આપેલ. ડીઈઓ તથા ઈ આઇનું સ્વાગત પુષ્પગુચ્છ વડે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ.
આ ઉપરાંત જામનગરની શિક્ષણપ્રેમી જનતા, અન્ય શાળા ના સંચાલકો, આચાર્યઓ, શિક્ષકઓ, વિદ્યાર્થીઓ તથા મહાનુભાવોએ બહોળી સંખ્યા
માં વિજ્ઞાન મેળાની મુલાકાત લીધેલ. વિજ્ઞાન મેળાનાં અંતે શાળા મેનેજમેન્ટ દ્વારા પ્રથમ ૧૦ ગુણવતાસભર પ્રોજેક્ટનાં વિધાર્થીઓને પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ જેના નિર્ણાયક તરીકે જેકેવી સ્કુલનાં પ્રાથમિક વિભાગનાં આચાર્ય રાજીવભાઈ ભટ્ટએ સેવા આપેલ.
આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે જીડી શાહ ગ્રુપ ઓફ સ્કુલ્સની તમામ શાળાઓના આચાર્યો, ઉપ-આચાર્ય, સુપરવાઈઝર, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ વિધાર્થીઓએ અથાગ મહેનત કરેલ. સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ શાહએ તમામની જહેમતને બિરદાવીને અભિનંદન આપેલ અને આ વિજ્ઞાન મેળાની મુલાકાતે આવનાર ડીઈઓ તથા અન્ય તમામ મહાનુભાવોનો વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા બદલ આભાર માનેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech