શૌર્ય સ્તંભ - શાળા યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી એક મીનીટનું મૌન પાળવામાં આવ્યું
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા ઘૂસણખોરી કરતા પાકિસ્તાની સૈનિકો સામે ઓપરેશન વિજયમાં ભારતીય સશસ્ત્ર દળોની જીતની 25મી વર્ષગાંઠ નિમિત્તે 26 જુલાઈ 2024ના રોજ સ્કૂલ કેમ્પસમાં ‘કારગીલ વિજય દિવસ’ મનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ શૌર્ય સ્તંભ - શાળા યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શાળાના ઓડિટોરીયમમાં કાર્યક્રમની શરૂઆત કેડેટ ધૈર્ય પરમારે આપેલા વક્તવ્યથી થઈ હતી અને ત્યારબાદ વિડીયો દ્વારા ઓપરેશન વિજયનો ઈતિહાસ સારી રીતે સમજાવવામાં આવ્યો હતો. ટી/ઓ અંકુર ચૌધરીએ પણ આ દિવસના મહત્વ પર પ્રકાશ પાડતું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ દ્વારા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
તેમના સંબોધનમાં, પ્રિન્સિપાલે દરેકને કારગિલ વિજય દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને એક પ્રસ્તુતિ દ્વારા આ દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં તેમણે કારગીલ યુદ્ધ દરમિયાનના તેમના વાસ્તવિક જીવનના અનુભવો શેર કર્યા હતા જ્યારે તેઓ 4 જાટ રેજીમેન્ટ હેડ ક્વાર્ટર 121 (આઈ) ઈનફેન્ટરી બ્રિગેડ સાથે કક્સર સેક્ટરમાં તૈનાત હતા. તે વખતે ની તેમના બલિદાન, હિંમત અને બહાદુરીની ઘટનાઓ શેર કરી હતી. આ દિવસે વૃક્ષારોપણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન નાઉત્સાહપૂર્ણ પ્રસ્તુતિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech