રાજકોટ યાર્ડમાં બિયારણની ખરીદી શરૂ થતાં મગફળીના ભાવમાં વધારો, જાણો એક મણનો ભાવ

  • May 20, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ માર્કેટ યાર્ડમાં બિયારણની ખરીદી નીકળતા તેમજ તેલના ભાવ ઉંચકાતા એક તબક્કે ઘટી ગયેલા મગફળીના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૦૨૦ સુધી પહોંચેલા મગફળીના ભાવ ફરી વધીને રૂ.૧૦૯૦થી ૧૧૦૦ સુધી પહોંચ્યા છે.


મગફળીની સારી માત્રામાં આવક થઇ રહી છે

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેકટર અને વેપારી દિલીપભાઇ પનારાએ જણાવ્યું હતું કે, મગફળીમાં બિયારણની ખરીદી શરૂ થઇ છે અને બિયારણની મગફળીનો ભાવ ૧૧૫૦થી ૧૫૦૦ સુધીનો રહ્યો છે. ચોમાસું નજીક હોય ખેડૂતો પડતર મગફળીનો જથ્થો વેંચવા ઉતાવળા બન્યા છે તો બીજી બાજુ આ વર્ષે વહેલા વરસાદની આગાહી વચ્ચે બિયારણની ખરીદી શરૂ થઇ છે. મગફળીની આવકથી પ્લેટફોર્મ ભરચક્ક થઇ જતાં એક તબક્કે આવક બંધ કરવામાં આવી હતી જે હવે પુન: શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સવારથી પણ મગફળીની સારી માત્રામાં આવક થઇ રહી છે.


વરસાદની આગાહીને પગલે ટોકન સિસ્ટમથી આવક

વરસાદની આગાહીને પગલે જે જણસીઓમાં આવક વધારે છે તે જણસીઓ ચણા, ઘઉં અને મરચામાં ટોકન સિસ્ટમથી આવક કરવામાં આવી રહી છે જેથી મર્યાદિત આવક થાય. જ્યારે અન્ય જણસીઓમાં મર્યાદિત આવકો થઇ રહી છે. તમામ આવક પ્લેટફોર્મ ઉપર જ ઉતારવા સુચના અપાઇ છે, ખુલ્લા મેદાનમાં આવક ઉતારવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application