ગુજરાતમાં ગન કલ્ચર રોકવા હથિયારના પરવાના ધડાધડ રદ

  • May 16, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં છેલ્લ ા કેટલાક સમયથી ગન કલ્ચર ડેવલપ થયું છે સામાજિક પ્રસંગમાં ફાયરિંગ અને હુમલાના બનાવો વધી રહ્યા છે આડેધડ ગન લાયસન્સ આપવાના મુદ્દે રાજયના ગૃહ વિભાગે તવાઈ શ કરી છે છેલ્લ ા કેટલાક સમયમા અંદાજે ૫૦૦ જેટલા લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં બિનજરી એવા લાઇસન્સની સમીક્ષા કરીને ૫૦૦૦ હથિયાર લાયસન્સ રદ કરવામાં આવશે. આ લાયસન્સ યારે રીન્યુઅલમાં આવે છે ત્યારે તેના પર તપાસ કર્યા બાદ તેને રદ કરી નાખવામાં આવે છે.
રાય સરકાર દ્રારા ગન લાયસન્સ ની કડક ચકાસણી શરૂ  કરી છે રોજદાર થઈને લાયક છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે કોઈ દેખાદેખી કે રોગ જમાવવા માટે આ લાઇસન્સ મેળવવું છે કે કેમ? ખરા અર્થમાં ચકાસણીના અંતે લાયસન્સ રદ કરી દેવાય છે
અહીં નોંધવું જરી છે કે ૨૦૧૬ માં ગુજરાતમાં ૬૦,૭૮૪ લોકો પાસે ગન લાયસન્સ હતા. ૮ વર્ષમાં તે વધીને ૬૭,૩૦૦૮ જેટલા નોંધાયા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કોઈ અયોગ્ય વ્યકિતને આવા લાયસન્સ અપાય નહીં તેને કડક ચકાસણી કરવા અધિકારીઓને સૂચના આપી છે અને રાય સરકારની ગાઈડ લાઇનનું કડક પાલન કરવામાં આવે તે જોવા જણાવ્યું છે.
ગુજરાતમા સરળ નથી બંદૂકનું લાયસન્સ મેળવવુ, કોઈ ગંભીર ફોજદારી કેસ નોંધાયેલ હોય તો લાઇસન્સ આપવામાં આવતુ નથી તમેજ લાયસન્સ માટે અરજી કરી શકશે નહી. આ સમગ્ર પ્રક્રિયા છેકોઈ ફોજદારી કેસ ન હોવો જોઈએ. સ્વરક્ષણ માટે કયા કારણોસર લાયસન્સ જોઈએ છે તે જણાવવું પડશે અને તેના જીવ પર કોનું જોખમ છે તે પણ જણાવવું પડશે. માનસિક રીતે વ્યકિતની સ્વસ્થતા પણ ધ્યાને લેવાય છે. બાળકોના હાથમાં ગન ન જાય તેવી સાવચેતીની પણ સૂચના અપાય છે. ખાસ કિસ્સામાં પોલીસ રક્ષણ આપીને પણ ગન લાયસન્સ આપવામાં આવતું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application