શૈક્ષણીક કારકીર્દીમાં અતિ મહત્વની ગણાતી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે આ માટે સ્થાનીક શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે, જામનગર જીલ્લામાં બોર્ડના ૨૮ હજારથી વધુ અને દ્વારકામાં ૧૩ હજારથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે તમામ કેન્દ્રો પર સીસી કેમેરા ગોઠવાયા છે અને પરીક્ષા શાંતીમય વાતાવરણમાં લેવાય એ માટે શિક્ષણ વિભાગ દ્વારા સુચારૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે. દરમ્યાનમાં બોર્ડના વિધાર્થીઓની હોલ ટીકીટ શાળાઓ દ્વારા વિતરણ કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં આગામી તા.૨૬મી ફેબ્રુઆરથી ધો.૧૦ અને ધો. ૧૨ ની બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને શિક્ષણ તંત્ર સજજ બન્યું છે. જામનગરમાં ધોરણમાં ૧૭,૩૪૩ વિદ્યાર્થી માટે જુદા જુદા નવ પરીક્ષા કેન્દ્રોના ૫૯ બિલ્ડીંગના ૫૭૫ બ્લોકમાં પરીક્ષા યોજાશે, જયારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯૦૫ વિધાર્થીઓ માટે બે પરીક્ષા કેન્દ્રના ૧૦ બિલ્ડીંગના ૯૫ બ્લોકમાં યોજાશે. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૯૧૬૯ વિધાર્થીઓ પાંચ પરીક્ષા કેન્દ્રના ૩૧ બિલ્ડીંગના ૩૦૧ બ્લોકમાં પરીક્ષા આપશે. જામનગર જીલ્લામાં આગામી બોર્ડ પરીક્ષામાં સંસ્કૃત પ્રથમ માં ૪૬ પરીક્ષાર્થીઓ અને સંસ્કૃત મધ્યમાં ૭૫ વિધાર્થીઓ નોંધાયા છે.
જામનગર શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે દરમ્યાનમાં બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓની હોલ ટીકીટ જે તે જીલ્લાની સ્કુલોને મોકલવામાં આવી છે અને આ હોલ ટીકીટનું શાળા ખાતે બોર્ડના વિધાર્થીઓને વિતરણ કરવાનું શરૂ કર્યુ છે. ધો. ૧૦ અને ધો. ૧૨ના વિધાર્થીઓએ રિસિપ્ટ મેળવીને પોતાનો પરીક્ષાનો બેઠક ક્રમાંક કઇ સ્કુલમાં આવ્યો તે જાણ્યુ હતું આગામી દિવસોમાં સેન્ટર ખાતે ધમધમાટ જોવા મળશે. જુદા જુદા પરીક્ષા સેન્ટરો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application