જરૂરી તકેદારી રાખવા અનુરોધ
જામનગર મહાનગરપાલિકા ની આરોગ્ય શાખા ની યાદી મા જણાવાયું છે કે હાલમાં શહેર માં ડેન્ગ્યુનાં કેસો જોવા મળી રહેલ છે. આ કેસોના નિયંત્રણ માટે જામનગર શહેરમાં દૈનિક ધોરણે કરવામાં આવતી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા શહેરીજનોને વાહકજન્ય રોગચાળા અંગે જાગૃત થવા અને આરોગ્ય શાખા દ્વારા નિર્દેશિત પગલાં લઇ, આ રોગચાળાને ડામવા અપીલ કરવામાં આવી છે. આપના ઘરે વાહકજન્ય રોગ અટકાયત સર્વેલન્સ માટે આવતા આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવા વિંનતી છે. આ રોગચાળોને નિયંત્રણમાં રાખવા માટે શહેરીજનોનો સાથ સહકાર અતિ આવશ્યક છે.
પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા , પાણી ની ટાંકી ઓ, ફૂલદાની ઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજ ની ટ્રે વગેરે અઠવાડિયા માં એક વખત અચૂક સાફ કરવા , અગાસી, છજ્જા, પાર્કિંગ ની જગ્યા, સેલર માં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો , નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પર ના ડબ્બા તથા અન્ય ભંગારમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો. મચ્છરોનાં કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટ્સનો ઉપયોગ કરવી.હિતાવહ છે.
સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખવા, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે. તાવ આવે કે તુરંત જ નજીક નાં આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરવો તથા ડ્રાય ડે ઉજવો.
દર અઠવાડિયે એકવાર સવારે ૧૦ કલાકે ૧૦ મીનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનાં પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ.તેમ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ (જામનગર મહાનગરપાલિકા) એ વધુ મા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech