જામનગર : ધોધમાર ઝાકળવર્ષા

  • February 10, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ હતુ ત્યારે એકાએક લઘુતમ તાપમાનમાં અઢી ડીગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. આજ સવારના પ વાગ્યાથી શહેરના રાજમાર્ગો અને હાઇવે ઉપર ગાઢ ધુમ્મસ જોવા મળી હતી અને હાઇવે પર તો વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. ફરીથી ઠંડી જેવો માહોલ જોવા મળ્યો હતો. અને જામનગરનું લઘુતમ તાપમાન ૧૪.૫ ડીગ્રીએ પહોંચ્યુ હતું. 


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૪.૫ ડીગ્રી, મહતમ તાપમાન ૨૯ ડીગ્રી, હવામા ભેજ ૮૬ ટકા અને પવનની ગતિ ૫ થી ૧૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ત્રણ દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ હતું. આજે સવારે ફરીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે ઝાકળના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાહનચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.


આ વર્ષે ઠંડી એકાદ મહિનો મોડી શરૂ થઇ છે અને કદાચ શિયાળો એકાદ મહિનો મોડો પુરો થશે તેમ લાગે છે, એકધારી પંદર દિવસ સુધી ઠંડી પડતા હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું ધીરે ધીરે ઠંડી ઘટવાની શરૂઆત થઇ છે.


હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે પાંચ દિવસથી મહતમ તાપમાન હજુ એમનેએમ હતું હવે મહતમ તાપમાન ૨૯ ડીગ્રીએ પહોંચ્યુ છે. ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. શિવરાત્રી એટલે કે લગભગ તા.૧૫ બાદ ઘટાડો થશે. 


હાલારના તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, લાલપુર, ફલ્લા સહિતનાં ગામોમાં પણ ધીરે ધીરે ગરમીની શ‚આત થઇ છે પરંતુ મિશ્રઋતુનાં કારણે રોગચાળો પણ શરૂ થઇ ચુકયો છે. ખાસ કરીને શરદી ઉધરસનાં કેસો વધી રહ્યા છે. જો કે હજુ નિષ્ણાંતો કહે છે એકાદ વખત તો ઠંડીનું રાઉન્ડ આવશે અને ૧૫ ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થઇ જશે અને ધીરે ધીરે ગરીમીની શરૂઆત થશે.


શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે ત્યારે ગઇકાલ સાંજથી ફરીથી વાતાવરણમાં ઠંડક જોવામળી છે જો કે બપોરે ૧૨ થી ૫ દરમ્યાન ગરમીનો માહોલ પણ જોવા મળ્યો છે. હાલ તો પરિસ્થિતિ એવી છે કે બવડી ઋતુનાં કારણે શહેર જિલ્લામાં રોગચાળો વઘ્યો છે. તાવ, શરદી, ઉધરસનાં કેસો વધુ જોવા મળ્યા છે. મહાપાલિકાનાં ૧૨ પીએચસી સેન્ટરમાં ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસનાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ ચુકયો છે. કેટલાક દર્દીઓ પાંચ પાંચ દિવસ સુધી તાવમાં ભીડાય છે. ત્યારે તા.૨૦ બાદ હાલારમાં ઋતુફેર થશે તેમ મનાય છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application