તાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ

  • May 09, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગ્લોબલ વોર્મિંગની સ્થિતિમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોનીક સર્ક્યુલેશનથી સર્જાયેલી વિપરીત હવામાનની પરિસ્થિતિમાં ગઈકાલે સતત ચોથા દિવસે પણ સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી સતત ભેજવાળું અને ટાઢોડું રહેતા લોકોના આરોગ્ય જોખમાય તેવું વાતાવરણ ઊભું થયું છે. આજે સવારે પૂરા થતા 24 કલાક સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 29 તાલુકામાં ઝાપટા થી માંડીને બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં તાલાલા, બગસરા, કોટડાસાંગાણી, ખંભાળિયા, ગીર ગઢડા પંથકમાં એકથી બે ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

ભરઉનાળે બદલાયેલા હવામાનની સ્થિતિમાં ગઈકાલે ચોથા દિવસે આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા નિર્મા બે ઇંચ, ગીર ગઢડા સવા ઇંચ અને ઉના અને કોડીનારમાં ઝાપટા વરસ્યા હતા. અમરેલીના બગસરામાં એક ઇંચ જ્યારે રાજુલાને સાવરકુંડલામાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં જાપટાઓ ઉપરાંત કોટડા સાંગાણી પંથકમાં એક ઇંચ, ગોંડલ, જસદણ પડધરી લોધિકા પંથકમાં પાથી પોણો ઈચ વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઇંચ અને ભાણવડમાં ઝાપટા પડ્યા હતા, જૂનાગઢના માણાવદરમાં અડધો ઇંચ ભાવનગર જિલ્લામાં તળાજા ઉમરાળા પાલીતાણા ગારીયાધાર સિહોર પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણ અને ચોટીલામાં હળવા ભારે ઝાપટા, કચ્છના નખત્રાણા, ભુજ અને અંજારમાં ઝાપટાથી માંડીને અડધો ઈંચ, જામનગરના કાલાવડ લાલપુર, બોટાદના રાણપુર પંથકમાં ઝાપટા વરસ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application