જામનગર નજીક હીટ એન્ડ રન : અજાણ્યા પુરૂષનું મોત

  • December 10, 2025 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર નજીક રામપરના પાટીયા પાસે બે દિવસ પહેલા હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા વાહનના ચાલકે એક અજાણ્યા પુરૂષને ઠોકર મારી નાશી ગયો હતો, ગંભીર ઇજાગ્રસ્તનું સારવારમાં મૃત્યુ થયું છે, પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.


જામનગર-રાજકોટ હાઇવે રામપર પાટીયાથી આગળ તા. ૮ના એક અજાણ્યા વાહનના ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી આશરે ૫૦ વર્ષના અજાણ્યા પુરૂષને હડફેટે લઇ માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી, દરમ્યાન સારવારમાં અજ્ઞાત વ્યકિતનું મૃત્યુ નિપજયુ છે. જયારે ચાલક વાહન લઇને નાશી ગયો હતો.


દરમ્યાન આ અંગે રામપર ગામમાં રહેતા, ખેતીકામ કરતા રાહુલ પોલાભાઇ જાટીયાએ ગઇકાલે પંચકોશી-એમાં અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે પીઆઇ શેખ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, મૃતકની ઓળખ મેળવવા માટે અલગ અલગ દીશામાં તપાસ હાથ ધરી છે જયારે નાશી છુટેલા વાહનચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News