કથિત ધર્માંતરણની વિગત મળતા ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ તથા આગેવાનો દોડી ગયા હતા: પોલીસને જાણ કરાઇ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર ગામમાં ક્રિશ્ર્ચિયન મિશનરી દ્વારા નાતાલ પર્વને અનુલક્ષીને કાર્યક્રમ આયોજીત થયો હતો જેમાં હિન્દુ સેનાએ કથિત ધર્માંતરણને લગત પ્રવૃતિઓને પ્રયાસો આક્ષેપ સાથે તુરંત સ્થળ પર દોડી જઇ કાર્યક્રમ અટકાવ્યો હતો. જયારે પોલીસને પણ જાણ કરાઇ હતી. સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જોડિયા તાલુકાના જશાપર ગામે બુધવારે નાતાલ નિમિતે ક્રિશ્ર્ચિયન મિશનરી દ્વારા સ્થાનિક શ્રમિકો સહિતના લોકોને એકત્રિત કરી લગભગ 250 થી 300 લોકો માટે પાર્ટીનું આયોજન નાતાલ ઉજવણી અર્થે કરાયું હતું.
જે દરમ્યાન કથિત ધર્માંતરણને લગતી પ્રવૃતિ થયાના સમાચાર મળતા ગુજરાત હિન્દુ સેના પ્રમુખ પ્રતિક ભટ્ટના કહેવાથી ધ્રોલનાં હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા અને તેની સાથે સૈનિકો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ કાર્યક્રમ રદ કરાવી પોલીસને પણ જાણ કરી હતી.કથિત આ પ્રવૃતિને અટકાવી હોવાનું તેમજ આવા લોકોને ખુલ્લી ચેતવણી પણ આપી હોવાની તેઓ દ્વારા જણાવાયું છે.
આ ઘટનાક્રમને કારણે સ્થળ પર મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ દોડી ગઇ હોવાનું સુત્રોમાંથી જણાવ્યું છે. હિન્દુ સેના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે અમે આ કાર્યક્રમ અટકાવી પોલીસને જાણ કરી હતી. નાતાલ નિમિતે આદિવાસી લોકોને એકઠા કરી ઇસુ ભગવાનની પ્રાર્થના અને ભોજન સમારંભ રાખ્યો હોવાની માહિતી મળી હતી. અમોએ દોડી જઇને કાર્યક્રમ અટકાવી પોલીસને જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech