સુરત રૂટની બસમાં નહીં જાઉ, તમે મને ઓળખો છો હું રામકુ વાળા છું
સુરત રૂટની બસમાં નહીં જાઉ, તમે મને ઓળખો છો હું રામકુ વાળા છું
April 23, 2026 09:12 PM
રાજકોટ બગસરા એસટી ડેપો મેનેજરને ડ્રાઈવરે રૂટમાં ન જવા બાબતે ચેમ્બરમાં ઘુસી ગેરવર્તન કેરી ધમકી આપી હતી. ડ્રાઈવર વિરુધ્ધમાં કલાર્કએ પણ ઉચ્ચ અધિકારીને નિવેદન આપતા ડ્રાઈવરે ક્લાર્કને ફોન કરી જાની મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ડેપો મેનેજરે ડ્રાઈવર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો છે.પ્રાપ્ત વિગત મુજબ બગસરા એસટી ડેપોના મેનેજર તરીકે ફરજ બજાવતા નિમિષાબેન સમરદાન ગઢવી (ઉ.વ.૩૯)ના તા,૧૯ના વર્ક સોપ ખાતે આવેલી ઓફિસમાં હતા ત્યારે ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રામકુ વાળા ત્યાં આવી ડેપો મેનેજરને કહેવા લાગ્યો હતો કે, મારી નોકરી સુરત તમે લખાવી છે ? ડેપો મેનેજરે હા પાડતા ડ્રાઈવરે ઉગ્ર ભાષામાં વાત કરી તમે મારી નોકરી સુરત શું કામ લખાવી છે, મારે સુરત જવાનું ન હોય તમે મને ઓળખો છો હું કોણ છું ? રામકુ વાળા છું કહી બોલાચાલી કરી નોકરીએ જવાની ના પાડી દીધી હતી. બાદમાં તા.૨૩ના ફરી ઓફિસમાં આવી આ મારો હાજર રિપોર્ટ આવતીકાલી મારી લોકલ રૂટમાં નોકરી લખજો, આી ડેપોમેનેજરે સુરત તમારી નોકરી છે અને સુરત જવાનું છે કહેતા ફરી ઉશ્કેરાઈ મારે સુરત જવાનું ન હોય કહી હાજર રિપોર્ટ આપ્યા વગર ઉઘ્ધતાઇભર્યું વર્તન કરી ચાલ્યો ગયો હતો. આ બાબતે અમરેલી વિભાગીય નિયામકને ડ્રાઈવર વિરુધ્ધની ફરિયાદ કરતા અધિકારી ખાંભલા ડ્રાઇવરની ઈન્કવાયરી બાબતે બગસરા નિવેદન લેવા માટે આવ્યા હતા. આ નિવેદન કંડકટર બાબુભાઇ બાજક અને ડેપોના ક્લાર્ક સુરેશભાઈ મકવાણાએ ડ્રાઇવરની વિરુદ્ધમાં આપ્યા હતા જેની જાણ ડ્રાઈવર રામકુ વાળને તા તેને ક્લાર્ક સુરેશભાઈને ફોન કરી બેફામ ગાળો ભાંડી હતી અને ડેપો મેનેજરને પણ ફોનમાં ગાળો આપી જોઈ લેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. જેનું કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવા સો ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીએ બગસરા પોલીસમાં રામકુ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હઠળ ધરી છે....