એડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે

  • May 19, 2025 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક વ્યક્તિને ફરવું ગમે છે અને વર્ષમાં એકવાર લોકો પોતાના પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનું આયોજન કરતા હોય છે. ત્યારે કેટલાક લોકોને ટ્રીપ દરમિયાન એડવેન્ચર એક્ટીવીટી કરવાનો પણ શોખ હોય છે. જો તમે પણ રજાને યાદગાર બનાવવા માંગો છો તો  ભારતમાં કેટલીક એવી જગ્યાઓની મુલાકાત લઈ શકો છો જ્યાં આવી એક્ટીવીટી પણ કરી શકો છો. જેનાથી મનને તાજગી તો મળશે જ પણ એક સુંદર અનુભવ પણ મળશે જે યાદ આવતા જ ચહેરા પર સ્મિત આવી જશે.


ભારતમાં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટીવીટી થઇ રહી છે. પેરાગ્લાઇડિંગ, રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, સ્કુબા ડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જાણો ભારતમાં બંજી જમ્પિંગ માટે કયા સ્થળોની મુલાકાત લઈ શકો છો.


ભારતમાં 5 સ્થળો જે બંજી જમ્પિંગ માટે શ્રેષ્ઠ છે


ઋષિકેશમાં છે ભારતનું સૌથી ઊંચું બંજી જમ્પિંગ


ઋષિકેશ ફક્ત તેના શાંતિપૂર્ણ વાતાવરણ માટે જ પ્રખ્યાત નથી પરંતુ અહીં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટીવીટી પણ કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે અહીં બંજી જમ્પિંગનો પણ આનંદ માણી શકો છો. ભારતનું સૌથી ઊંચું બંજી જમ્પિંગ અહીં કરવામાં આવે છે. તેની ઊંચાઈ 83 મીટર છે. ઋષિકેશમાં, શિવપુરી અને મોહન ચટ્ટી જેવા સ્થળોએ બંજી જમ્પિંગ કરવામાં આવે છે.


લોનાવાલા


જો મુંબઈમાં રહો છો અથવા ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો લોનાવાલાનું નામ ચોક્કસપણે યાદીમાં હોવું જોઈએ. આ જગ્યા જેટલી સુંદર છે, એટલી જ એક્ટીવીટી પણ અહીં થાય છે. આ સ્થળની મુલાકાત લઈને શાંતિનો અનુભવ થશે. અહીં બંજી જમ્પિંગ પણ કરી શકો છો. અહીં બંજી જમ્પિંગની ઊંચાઈ 28 મીટર છે જ્યાં સલામતી સાથે બંજી જમ્પિંગ કરાવવામાં આવે છે. સુંદર દૃશ્યોનો આનંદ માણતી વખતે અહીં બંજી જમ્પિંગ કરી શકો છો.


ગોવામાં કરી શકો છો બંજી જમ્પિંગ


ગોવા તેના દરિયાકિનારા અને પાર્ટીઓ માટે પ્રખ્યાત છે પરંતુ શું જાણો છો કે આ જગ્યાએ પણ બંજી જમ્પિંગનો આનંદ માણી શકો છો. અહીં ગ્રેવીટી ઝોનમાં, અંજુના બીચ પર 35 મીટરની ઊંચાઈએ બંજી જમ્પિંગ કરવામાં આવે છે. દેશ-વિદેશના લોકો અહીં બંજી જમ્પિંગ કરવા માટે આવે છે. આ બીચ બંજી જમ્પિંગ માટે પ્રખ્યાત છે.


બેંગ્લોરમાં મજેદાર બંજી જમ્પિંગ


બેંગ્લોર આઈટી હબ તરીકે પ્રખ્યાત છે પરંતુ ઓફિસ કલ્ચર ઉપરાંત, આ સ્થળ એડવેન્ચરથી ભરેલું છે. પ્રવાસીઓ હંમેશા અહીં બંજી જમ્પિંગ માટે આવે છે. અહીં 25 મીટરની ઊંચાઈએ બંજી જમ્પિંગ કરવામાં આવે છે. અહીં બંજી જમ્પિંગની મજા જ અલગ છે.


ગુરુગ્રામ

જાણીને નવાઈ લાગશે કે ગુરુગ્રામમાં પણ બંજી જમ્પિંગ કરી શકો છો. ગુરુગ્રામના બેકયાર્ડ સ્પોર્ટ્સ ક્લબમાં બંજી જમ્પિંગનો આનંદ માણી શકો છો. અહીં 60 મીટરની ઊંચાઈએ બંજી જમ્પિંગ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application